માઉન્ટ એવરેસ્ટ પર હવે તમે એકલા નહીં જઈ શકો, જાણો કારણ

PC: bbci.co.uk

નેપાળમાં આવેલા દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર વધી રહેલી દુર્ઘટનાઓ ઓછી કરવા માટે માઉન્ટ એવરેસ્ટ સહિત બીજા સમીટ પર્વતો પર એકલા જતા પર્વતારોહકો પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે.

મીડિયા રીપોર્ટમાં નેપાળ પર્યટન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા બહાર પાડવામાં આવેલા નિયમ પ્રમાણે દિવ્યાંગો અને દ્રષ્ટીહીન લોકો માટે પ્રવતારોહણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે અને તે સિવાય એકલા પર્વતારોહણ માટે જતા લોકો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.

અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે પર્વતારોહણ સુરક્ષિત બનાવવા અને નેપાળના પર્વતો પર થઈ રહેલી મોતની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. આ વર્ષે પર્વતારોહણની કોશિશ કરી રહેલા 6 પર્વતારોહિઓની મોત થઈ ગઈ હતી, જેમાં 85 વર્ષના મીન બહાદુર શેરચાન પણ શામિલ હતા. તેઓ એવરેસ્ટ પર ચઢાણ કરવાવાળા સૌથી મોટી ઉંમરની વ્યક્તિ બનવા માગતા હતા.

રીપોર્ટ પ્રમાણે, આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં પર્વતારોહિઓએ એવરેસ્ટ પાર કરવાની કોશિશ કરી. વિશ્વ પ્રસિદ્ધ સ્વીસ પર્વતારોહી ઉલી સ્ટેક પોતાની એકલ એવરેસ્ટ યાત્રા દરમિયાન મૃત્યુ પામી હતી. તેમને સ્વીસ મિશન નામથી પણ ઓળખવામાં આવતી હતી. નવા નિયમ પ્રમાણે વિદેશી પર્વતારોહીયોએ પોતાની સાથે એક ગાઈડ રાખવો ફરજીયાત બનશે, જેથી નેપાળના ગાઈડ માટે નોકરીની તકો પણ ઊભી થશે.

માઉન્ટ એવરેસ્ટ પર 1953થી અત્યાર સુધીમાં 300 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાથી 200ની લાશો હજુ પણ પર્વત પર કશે દટાઈ ગઈ છે. જેમાંથઈ 20 ટકા લોકોની મોત જોખમ અથવા ઊંચાઈ પર થનારી બીમારીને લીધે થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp