ભારતના આ 5 હિલ સ્ટેશન વિશે નહીં હોય તમને જ્ઞાન

PC: mouthshut.com

હિલ સ્ટેશન પર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ લિસ્ટ ખૂબ મહત્ત્વનું છે, ભારતીયોને તેના વિશે ઘણી જાણકારી નથી પરંતુ તે ઘણાં અદ્ભુત છે.

તવાંગ:

તવાંગ ભારતના અરુણાચલ પ્રદેશના પહાડો વચ્ચે આવેલું છે. અહીં સૂર્યોદયના સમયે નીકળતી પ્રથમ કિરણ દરમિયાન બરફના પહાડો ખૂબ જ સુંદર લાગે છે. અહિંયા પર્યટકોને ફરવા પર ધર્મ અને સંસ્કૃતિનું અનોખું રૂપ જોવા મળે છે.

કાલિંપોંગ:

પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ જિલ્લામાં આવેલ કાલિંપોંગમાં હંમેશાં માહોલ ખુશનુમા રહે છે. અહીંથી કાંચનજંઘા અને હિમાલયની ખૂબસુરતીનો કેટલોક ભાગ સરળતાથી જોઈ શકાય છે.

જીરો:

અરુણાચલ પ્રદેશનું જીરો એ ખૂબ સુંદર હિલ સ્ટેશન છે. જીરોનું પાઈન ગ્રોવ ખૂબ સુંદર પિકનિક સ્થળ છે. તે ઈટાનગરથી 115 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ત્યાં બ્યૂટી હાઈ એલ્ટીટ્યૂડ ફિશ ફાર્મ જોઈ શકાય છે.

બીર બિલીંગ:

હિમાચલ પ્રદેશની કાંગડા ઘાટીમાં સ્થિત બીર બિલીંગ ભારતનું સૌથી ખૂબસુરત અને શાંત હિલ સ્ટેશનમાંથી એક છે. પેરાગ્લાઈડિંગ કરતા પાઈલટ માટે તે લોકપ્રિય સાઈટ છે. અહીં પર્યટકો ગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી વસ્તુની મજા માણી શકે છે.

તીર્થન વેલી:

તે હિમાચલ પ્રદેશમાં આવેલું ખૂબ આકર્શક હિલ સ્ટેશન છે. ત્યાં સુંદર નદીઓ, ઘાટીઓ અને તળાવો જોવા મળે છે. ત્યાં આવેલું હિમાલયન નેશનલ પાર્ક પર્યટકો વચ્ચે ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. ત્યાં પર્યટકો નદીમાંથી માછલી પકડવાની અને પથ્થરો પર ચડવાની મજા માણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp