લાંબી ફ્લાઈટ દરમિયાન સાથે રાખવા જેવી વસ્તુઓ

PC: ndtv.com

ટ્રાવેલિંગ દરમિયાન અને ખાસ કરીને લાંબી ફ્લાઈટ હોય ત્યારે કોઈને પણ હેવી બેગ્સ ઊંચકવી પસંદ હોતી નથી. તમને ગમતી દરેક વસ્તુ તમારી સાથે પ્લેનમાં લઈ જઈ શકાય નહીં. પરંતુ અહીં એવી કેટલીક વસ્તુઓની વાત કરવામાં આવી છે જેને તમારી ફ્લાઈટની મુસાફરી દરમિયાન તમારી સાથે રાખશો તો તમારે હેરાન થવું ન પડશે અને તમારી ફ્લાઈટ સેફ, કેર ફ્રી અને રિલેક્સ થઈ જશે.

Technology + Essentials: યાદ રાખજો કે આ વસ્તુઓ સિવાય તમારી ટ્રીપ અધુરી છે. આ ગ્રુપની કેટલીક આઈટમ ટ્રાવેલ દરમિયાન ઘણી જ મહત્ત્વની છે, જેમ કે
લેપટોપ અથવા ટેબલેટ, ટિકિટ અને પાસપોર્ટ, ફોન-હેડફોન અને ચાર્જર સાથે, વોલેટ(કેશ, કાર્ડ અને આઈડી)

Sleep + Comfort: ફ્લાઈટની મુસાફરી દરમિયાન ઊંઘ લેવી પણ જરૂરી છે. કમ્ફર્ટેબલ ઊંઘ માટે આઈ માસ્ક, નેક પીલો, મોજા અને સ્કાર્ફ, સ્વેટર અથવા કાર્ડીગન

Hygiene + Toiletries: તમને ટ્રાવેલિમગ દરમિયાન તમારું આખુ બાથરૂમ સાથે લઈ જવાની જરૂર નથી. તમારી જાતને ફ્રેશ અને હેલ્ધી રાખવા માટે તમારે અમુક જ વસ્તુઓ સાથે રાખવાની જરૂર છે. જેમ કે, ડીઓડરન્ટ, વેટ વાઈપ્સ, હેન્ડ સેનેટાઈઝર અને ફેશ મોઈશ્ચર, હેર બ્રશ અને મેકઅપ બેગ, ટૂથબ્રશ, ટુથપેસ્ટ અને ફ્લોસ, સેનેટરી પેડ્સ, પેઈન કિલર્સ

Entertainment + Food: લાંબી ફ્લાઈટ મતલબ સમય પસાર કેવી રીતે કરવો, ખાસ કરીને જ્યારે તમને ઊંઘ ના આવે. તમે ક્યાં સુધી ફિલ્મો જોશો. લોન્ગ ફ્લાઈટમાં ભૂખ પણ તેટલી જ વધારે લાગતી હોય છે. તો તમારા ટાઈમને પસાર કરવા માટે તમારે મેગેઝીન અથવા નોવેલ, નાસ્તો, ફરીથી વાપરી શકાય તેવી પાણીની બોટલ, સારા ગાયનોનું પ્લે લિસ્ટ સાથે રાખશો તો તમારો સમય ચોક્કસથી પસાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp