અફઘાનિસ્તાનમાં છે આ 10 સુંદર ફરવાલાયક જગ્યાઓ

PC: peakvisor.com

અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ અમેરિકી સેના પાછી આવી ચુકી છે અને તાલિબાને દેશ પર સંપૂર્ણરીતે નિયંત્રણ મેળવી લીધુ છે. અફઘાનિસ્તાનનું નામ આવતા જ લોકોના મનમાં સૌથી પહેલા યુદ્ધ અને ખૂનખરાબાની છબી ઉભરે છે પરંતુ, શું તમે જાણો છો કે અફઘાનિસ્તાન પોતાનામાં અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા સમેટીને બેઠું છે. અહીં અફઘાનિસ્તાનની આવી જ 10 જગ્યાઓ વિશે વાત કરવામાં આવી છે, જે સુંદરતા અને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

પામીર માઉન્ટેન

સેન્ટ્રલ એશિયા સ્થિત પામીર માઉન્ટેન્સ પોતાની સુંદરતાને પગલે પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પૈકી એક છે. આ જગ્યા હિમાલય અને તિયાન શાન, સુલેમાન, હિંદુ કુશ, કુનલુન અને કરાકોરમની પર્વત શ્રૃંખલાઓની વચ્ચે સ્થિત છે. આ સુંદર જગ્યાને એક્સપ્લોર કરવા અહીં દુનિયાભરમાંથી ટૂરિસ્ટ આવે છે.

બંદ-એ-આમીર નેશનલ પાર્ક

એક રિમોટ એરિયામાં હોવાના કારણે બંદ-એ-આમીર નેશનલ પાર્ક સુધી પહોંચવુ થોડું મુશ્કેલ બની શકે છે. અફઘાનિસ્તાનના શહેર બામિયાનથી થઈને અહીં સરળતાથી પહોંચી શકાય છે. અહીં જવા માટે અઠવાડિયામાં બેવાર (ગુરુવાર બપોર અને શુક્રવારે સવારે) મિની વેન જાય છે.

બામિયાન કે બુદ્ધ

અફઘાનિસ્તાનનો આ મધ્ય ભાગ એ શહેર છે, જ્યાં બૌદ્ધોનો વિસ્તાર થયો. બામિયાનના બુદ્ધ એક મલ્ટી કલ્ચરલ ડેસ્ટિનેશન છે. અહીં તમને ચીની, ભારતીય, ફારસી, ગ્રીક અને તુર્કી પરંપરાઓનું અનોખું મિલન જોવા મળશે. જોકે, શહેરમાં બુદ્ધની વિશાળકાય પ્રતિમા તમને આશ્ચર્યચકિત કરી દેશે.

બ્રોઘિલ પાસ

હિંદુ કુશ અને બદખ્શાં પ્રાંતના વાખન જિલ્લાને પાર કરતા જ બ્રોઘિલ પાસની ઊંચી ચોટી તમે પ્રાકૃતિક સૌંદર્યની સાથે તમારું સ્વાગત કરશે. આ ચોટી તમે સમગ્ર શહેરમાંથી જોઈ શકશો. અહીંનું શાંત વાતાવરણ અને હરિયાળી ટૂરિસ્ટને પોતાની તરફ આકર્ષે છે. તાજિકિસ્તાનથી થઈને વાખન કોરિડોર દ્વારા બ્રોઘિન પાસ જવુ સરળ છે.

મીનાર-એ-જામ

મીનાર-એ-જામની 65 મીટર ઊંચી ઈમારત જોઈને કદાચ તમને ચક્કર આવી જાય. એવુ કહેવાય છે કે, આ ઘુરિદ સામ્રાજ્યના ઐતિહાસિક કાળ દરમિયાન શહેરમાં બનેલા સ્મારકો પૈકી એક છે. 65 મીટર ઊંચા આ મીનાર પર અદ્ભુત નકશીકામ કરવામાં આવ્યું છે.

બાગ-એ-બાબર

આ જગ્યા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છે. બાગ-એ-બાબરનું નિર્માણ મુગલ શાસક બાબર દ્વારા કરાવવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન ગયા બાદ બની શકે કે આ જગ્યા તમને સૌથી સુખદ અનુભવ કરાવે.

હેરાત નેશનલ મ્યૂઝિયમ

અફઘાનિસ્તાનના પ્રાચીન શહેર હેરાતમાં એક નેશનલ મ્યૂઝિયમ પણ છે. આ મ્યૂઝિયમને પહેલા તોડી નાંખવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં પર્યટકોને અફઘાનિસ્તાનના ઈતિહાસથી રૂબરૂ કરાવવા માટે તેને ફરીથી ડિઝાઈન કરવામાં આવ્યું. લોકો પહેલા તેને કાલા ઈત્કિયારુદ્દી અથવા એલેક્ઝાન્ડરના ગઢના રૂપમાં ઓળખતા હતા.

દારૂલ અમન પેલેસ

 

અફઘાનિસ્તાનમાં દારૂલ અમન પેલેસ પણ ટૂરિસ્ટોનું ફેમસ ડેસ્ટિનેશન છે. દારૂલ અમન પેલેસનો અર્થ છે શાંતિનો નિવાસ. આ મહેલનું નિર્માણ યુરોપિયન શૈલીમાં કરવામાં આવ્યું હતું, જે હવે બરબાદ થઈ ચુક્યુ છે. મહેલનું નિર્માણ 1925માં શરૂ થયુ હતું અને 1927માં બનીને તૈયાર થયું હતું. આ મહેલને તત્કાલિન શાસક અમાનુલ્લાહ ખાને બનાવડાવ્યો હતો. તેને બનાવવા માટે અમાનુલ્લાહ ખાને જર્મની અને ફ્રાન્સથી 22 આર્કિટેક્ટને બોલાવ્યા હતા.

નોશાક માઉન્ટેન

નોશાક પર્વત અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતના વાખન કોરિડોરમાં સ્થિત એક સુંદર ડેસ્ટિનેશન છે. તે અફઘાનિસ્તાનની સૌથી ઊંચી ચોટી છે. તે હિંદુ કુશ પર્વત શ્રૃંખલાની બીજી સૌથી ઊંચી ચોટી છે. તેની ઊંચાઈ આશરે 24000 ફૂટ છે.

બ્લૂ મોસ્ક્યૂ

અફઘાનિસ્તાનની બ્લૂ મોસ્ક્યૂ એટલે કે મસ્જિદ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, તે પર્યટકોની વચ્ચે ખૂબ જ ફેમસ પણ છે. બ્લૂ આરસમાંથી બનેલી આ મસ્જિદ સફેદ કબૂતરોથી ભરાયેલી રહે છે. આ મસ્જિદ ઉત્તરી અફઘાનિસ્તાનમાં છે. આ મસ્જિદને હજરત અલી મજાર પણ કહેવામાં આવે છે. એવુ કહેવાય છે કે, હજરત અલીના શરીરને આ જગ્યાએ દફનાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp