આ દેશોમાં નથી પહોંચી શક્યો કોરોના, ક્યારેક તક મળે તો ફરવા જરૂર જજો

PC: wanderlust.co.uk

દુનિયાના મોટાભાગના દેશો કોરોનાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સંક્રમણથી બચવા માટે લોકો ઘરોમાં બંધ છે. હાલમાં જ કેટલાક દેશોમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. જોકે, દુનિયામાં કેટલાક એવા પણ દેશો છે, જેમણે કોરોનાને પોતાને ત્યાં નથી પહોંચવા દીધો. આ દેશોમાંથી કોરોનાના એકપણ કેસ સામે નથી આવ્યા. કેટલાક દેશો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે સંક્રમણના આંકડા છુપાવ્યા છે. અહીં અમે આ જ દેશો વિશે જણાવી રહ્યા છીએ.

કિરિબાતી

કિરિબાતી ગણરાજ્ય, મધ્ય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક દ્વિપ છે, જેની આબાદી આશરે 1 લાખ છે. અહીં 3500000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા 32 ટ્વીપો અને એક ઉપસી આવેલા પ્રવાલ દ્વીપમાંથી બનેલો દેશ છે. સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર, આ દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો એક પણ મામલો સામે નથી આવ્યો.

Kiribati - The Land of No Tomorrow? | TERI

માઈક્રોનેશિયા

પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સ્થિત દ્વીપીય દેશ માઈક્રોનેશિયામાં હજુ સુધી કોરોના સંક્રમણનો એકપણ મામલો સામે નથી આવ્યો. માઈક્રોનેશિયાએ વર્ષ 1986માં અમેરિકાથી સ્વતંત્રતા મેળવી હતી. તેનું કુલ ક્ષેત્રફળ 702 વર્ગ કિલોમીટર છે અને તે 607 નાના દ્વીપો મળીને બનેલો છે.

નાઉરુ

દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં સ્થિત દ્વીપીય દેશ નાઉરુ દુનિયાનો સૌથી નાનો ગણરાજ્ય છે અને હજુ સુધી કોરોનાના પ્રકોપની બચેલો છે. તે ચારેય બાજુથી કોરલ રીફથી ઘેરાયેલો છે અને પોતાના સુંદર સફેદ રેતીના બીચ માટે પોપ્યુલર છે.

સોલોમન દ્વીપસમૂહ

પ્રશાંત મહાસાગરના સોલોમન દ્વીપસમૂહ પાપુઆ ન્યૂ ગિનીના પૂર્વમાં સ્થિત આશરે એક હજાર દ્વીપોવાળો એક દેશ છે. આશરે 28400 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલા આ દેશની રાજધાની હોનિઅરા છે, જે ગુઆડલકૈનાલ દ્વીપ પર સ્થિત છે. અહીં હજુ સુધી સંક્રમણનો એક પણ મામલો સામે નથી આવ્યો.

તુર્કમેનિસ્તાન

સેન્ટ્રલ એશિયાઈ દેશ તુર્કમેનિસ્તાનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, અહીં હજુ સુધી કોઈ મામલો સામે નથી આવ્યો. એવો અહીની સરકારનો દાવો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે કોરોના શબ્દના ઉપયોગ પર જ બેન લગાવી દીધો છે. તુર્કમેનિસ્તાનમાં કોરોના બોલવા અને લખવા પર બેન છે. ત્યાં સુધી કે માસ્ક પહેરવા પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટૂવાલૂ

હવાઈ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટૂવાલૂ એક પોલિનેશિયન દ્વિપ દેશ છે. અહીંની કુલ જનસંખ્યા 12373 છે અને માત્ર 26 વર્ગકિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો આ દુનિયાનો ચોથો સૌથી નાનો દેશ છે. અહીં હજુ સુધી કોરોના સંક્રમણનો એક પણ મામલો સામે આવ્યો નથી.

વાનૂઆતૂ

દક્ષિણ પ્રશાંત ક્ષેત્રના ઉષ્ણકટિબંધીય દ્વીપ દેશ વાનૂઆતૂમાં હજુ સુધી કોરોનાનો એક પણ મામલો સામે નથી આવ્યો. અહીં સુરક્ષાના ભાગરૂપે ગત મહિનાના અંતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. સરહદો બંધ કરવાને કારણે અહીં કોવિડ-19ના કોઈ મામલા સામે નથી આવ્યા.

પાલાઓ

પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સ્થિત પાલાઓ 250 દ્વીપોમાં ફેલાયેલો છે અને તેની આબાદી 21 હજાર કરતા ઓછી છે. વર્ષ 1994માં આઝાદ થયેલા આ દેશમાં હજુ સુધી કોરોનાનો એકપણ મામલો સામે આવ્યો નથી.

માર્શલ આઈલેન્ડ

પ્રશાંત મહાસાગરમાં સ્થિત માર્શલ આઈલેન્ડ હજુ સુધી કોરોનાના પ્રકોપથી બચ્યો છે. તે ક્રિપ્ટો-કરન્સીને માન્યતા આપનારો પહેલો દેશ છે. પહેલો હાઈડ્રોડન બોમ્બ માર્શલ આઈલેન્ડ પર જ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેણે આઈલેન્ડ અને તેની આસપાસના આખા ક્ષેત્રમાં તમામ પ્રકારના જીવનને સમાપ્ત કરી દીધુ હતું.

સમોઆ

વર્ષ 1962માં ન્યુઝીલેન્ડથી સ્વતંત્ર થયેલો સમોઆ અહીંના એક અનોખા કાયદાને કારણે પ્રખ્યાત છે. આ દેશમાં પત્નીનો જન્મદિવસ ભૂલી જવા પર સજાનો પ્રાવધાન છે. હાલ આ દેશ કોરોનાથી સુરક્ષિત હોવાને કારણે ચર્ચામાં છે.

કિંગડમ ઓફ ટોંગા

પ્રશાંત દ્વીપ દેશ ટોંગાને આધિકારીકરીતે કિંગડમ ઓફ ટોંગા રાજાશાહી કહેવામાં આવે છે. અહીં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક સંપ્રભુ દ્વીપીય દેશ છે. અહીં હજુ સુધી કોરોના સંક્રમણનો એક પણ મામલો સામે આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp