રિવરફ્રન્ટ ફ્રન્ટ પર 2.25 કરોડના ખર્ચે બાયો-ડાયવર્સિટી પાર્ક બન્યો, જાણો ફી

PC: khabarchhe.com

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને SRFDCL ના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ફ્રન્ટ પર આંબેડકર બ્રીજની નીચે રૂ.2.25 કરોડના ખર્ચે બાયો-ડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના વિસ્તરણની કામગીરી કરીને 45 હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરને નવા નજરાણા સ્વરૂપે બાયો-ડાયવર્સિટી પાર્ક મળી રહ્યો છે તેમ જણાવતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સતત વિકસતાં જતા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક રમણીય પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમા સાબરમતીના તટે લુપ્ત થઈ રહેલી અનેક પ્રજાતીના વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.જે શહેરનાં પ્રકૃતિ પ્રેમી લોકો માટે આનંદની વાત છે.’’

અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની મધ્યમાં ઘનઘોર જંગલ વિકસાવવાની પદ્ધતિથી શહેરનું તાપમાન અને વાતાવરણમાં બદલાવ આવવાથી પશુ, પંખીઓ માટે આ પાર્ક વિશ્રામનું સ્થળ બની રહેશે તેમ મંત્રી એ જણાવ્યું હતું. ગૃહમંત્રી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે જંગલમાં જોવા મળતી વનસ્પતિઓનું અહીં વાવેતર કરવાથી પ્રકૃતિ પ્રેમી લોકો અહીં આવીને શાંતિનો અનુભવ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સદર પાર્કમાં 120 પ્રજાતીના 7000 જેટલા વૃક્ષો અને વિસ્તરણ થતાં 170 પ્રજાતીના 45 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમા રબર,કપૂર,સિંદૂર, રુદ્રાક્ષ,અંજીર, રકતચંદન,સિસમ,સિ-ગ્રેપ,રુખડો,ચરોલી,ઢવ,ખીજડો,ખેર,પીલખન જેવી લુપ્તપ્રાય થઈ રહેલી 134 જેટલી પ્રજાતિઓના વૃક્ષો વાવ્યા છે. ફળાઉ વૃક્ષો અને વનસ્પતિઓનો ઉપયોગ અહીં આવતા પક્ષીઓના ખોરાક માટે કરવામાં આવશે.

પાર્કમાં વનસ્પતિની ઓળખ માટે નેઈમ પ્લેટ લગાવવામાં આવી છે તથા શહેરીજનો અંહી આવી શકે તે માટે પ્રવેશ ફી નકી કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ માટે 01 રૂ, દિવ્યાંગ અને 5 વર્ષ સુધીના બાળકો માટે નિ:શુલ્ક, 60 વર્ષથી વધુ અને 5થી 12 વર્ષની વય ધરાવનાર માટે 10 રૂ. અને 12થી વધુ વયની તમામ વ્યકતિઓ માટે 20 રૂ.એન્ટ્રી ફી રાખવામાં આવી છે. પાર્કનો સમય સવારના 7.00 કલાકથી સાંજના 5.00 કલાક સુધી રહેશે. તથા સાંજના 4.30 કલાક પછી પ્રવેશ ટીકિટ ઇસ્યુ કરવામાં આવશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp