ટાઇમ મેગેઝિનના 50 રોમાંચક અનુભવ આપતા શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં ભારતના 2 સ્થળ સામેલ

PC: twitter.com

ટાઇમ મેગેઝિન દ્વારા 2023માં દુનિયાનાં 50 શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ભારતના લદ્દાખ અને ઓડિશાના મયૂરમંજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2023માં દુનિયાભરમાં ટ્રાવેલ અને ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી ઝડપી ગતિએ વધી રહી છે. તેને કારણે આ યાદી મહત્ત્વપૂર્ણ છે. યાદીમાં સહેલાણીઓને સૌથી રોમાંચક અનુભવ આપતાં 50 મહત્ત્વપૂર્ણ સ્થળોની યાદી મુકવામાં આવી છે. મેગેઝિને મયૂરભંજને પ્રાચીન મંદિરો તેમજ દુર્લભ વાઘોનું સ્થળ ગણાવ્યું છે. સાથે જ મયૂરભંજ છાઉનો પણ ઉલ્લેખ કરાયો છે.

યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સામેલ છાઉ નૃત્ય ઉત્સવ મહામારીને કારણે મોટા અંતર બાદ આ વર્ષે એપ્રિલમાં મોટા પાયે યોજાશે. તદુપરાંત લદ્દાખના હનલે ગામ વિશે જણાવાયું છે કે મોડા તો મોડા પરંતુ દેશનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ અથવા નાઇટ સેન્ચ્યુરી તૈયાર છે.

યાદીમાં વિયેના, બુડાપેસ્ટ, બાર્સેલોના, ઇજિપ્ત અને ગીઝા પણ સામેલ છે. તુતુક જનારા સહેલાણીઓ માટે સૂચન છે કે જુલાઇ 2022માં શરૂ થયેલા ફાર્મર્સ હાઉસ કેફે જવાનું ન ભૂલે, ત્યાં સ્થાનિક પનીરની સાથે હિમાલયી જડીબુટ્ટીઓનું સલાડ અને હેન્ડ રોલ્ડ પાસ્તા, અખરોટની ચટણીનો પણ સ્વાદ માણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp