'તાનાજી' ફિલ્મની અસરઃ એક જ દિવસમાં સિંહગઢ પર જાણો કેટલા પર્યટકો પહોંચ્યા

PC: cloudfront.net

શુરવીર તાનાજી માલુસરેની શોર્યગાથા પર આધારિત ફિલ્મ 'તાન્હાજી' રિલિઝ થયા બાદ પૂણેના સિંહગઢ પર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. પ્રજાસત્તાક દિન એટલે કે 26 જાન્યુઆરીના રોજ 30 હજાર પ્રવાસીઓ આ ગઢ પર પહોંચ્યા હતા જ્યાં તાન્હાજીએ ઉદયભાન રાઠોડની સેનાને પસ્ત કરીને આ કિલ્લો જીતી લીધો હતો. 26 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે જ આખો સિંહગઢ ભરાઇ ગયો હતો.

પૂણે તેમજ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં રહેતા લોકોની સાથે સાથે દેશભરમાંથી લોકો આ ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ખાસ કરીને વિકેન્ડમાં અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. મરાઠા સામ્રાજ્ય માટે ગર્વશીલ કહી શકાય તેવા આ કિલ્લા પર એમ તો હંમેશથી પ્રવાસીઓ અને પર્યટકો આવતા હોય છે પરંતુ જ્યારથી અજય દેવગણ અભિનીત 'તાન્હાજી' ફિલ્મ રિલિઝ થઇ છે ત્યારથી આ કિલ્લા વિશે લોકોની જાણવાની અને તેને નજીકથી જોવાની ઉત્કંઠા વધી છે અને એ જ કારણ છે કે અહીં હવે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

પ્રજાસત્તાક દિવસે મહારાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ દેશના ખુણે ખુણેથી પર્યટકો સિંહગઢ જેને ફિલ્મમાં કોંઢાણા નામ આપવામાં આવ્યું છે તેની મુલાકાતે આવ્યા હતા. એક દિવસની અંદર 30 હજાર લોકોએ આ કિલ્લાની મુલાકાત લીધી છે. સિંહગઢના ઘાટ રસ્તા પર વાહનો જ વાહનો જોવા મળ્યા હતા. વાહનો એટલા બધાં વધી ગયા હતા કે અલગ અલગ સમૂહમાં વાહનોને આગળ જવાની પરવાનગી આપવી પડી હતી. લોકો અહીં ફિલ્મ સાથે સંકળાયેલા અને ઐતિહાસિક દરવાજાઓ વિશે માહિતી લેતા નજરે ચઢ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp