ભારતીયો ઈચ્છવા છતા નથી ફરી શકતા દેશની આ સુંદર જગ્યાઓએ, જાણો શું છે કારણ

PC: hindustantimes.com

શું તમે જાણો છો કે, ભારતમાં કેટલાક એવા ફરવાલાયક સ્થળો છે, જ્યાં ફરવાની પરવાનગી પ્રવાસીઓ તો શું ત્યાંના સ્થાનિક રહેવાસીઓને પણ નથી. ભારતમાં ઘણી એવા જગ્યાઓ છે, જ્યાં સુરક્ષાની દ્રષ્ટિ અને વિવાદિત ક્ષેત્રોના કારણે ત્યાં જવાની પરવાનગી કોઈને નથી. જોકે, આ જગ્યાઓનો સુંદર નજારો તસવીરોમાં જોયા બાદ ત્યાં જવાની ઈચ્છા જરૂર થાય છે. જોકે, આપણને ત્યાં જવાની પરવાનગી નથી. તો તમે પણ જાણી લો આ સુંદર ફરવાલાયક પરંતુ ફરવા ના જઈ શકાય તેવા સ્થળો વિશે...

નોર્થ સેન્ટીનેલ આઈલેન્ડ, આંદામાન

નોર્થ સેન્ટીનેલ આઈલેન્ડ આંદામાનનો જ એક આઈલેન્ડ છે. આ જગ્યા આંદામાનના સમુદ્રની ઊંડાઈમાં ટેક્નોટિક પ્લેટ્સની બરાબર વચ્ચે સ્થિત છે. તેને દૂરથી જોઈ શકાય છે, પરંતુ સુરક્ષાના કારણોને પગલે ત્યાં જવાની પરવાનગી કોઈને જ નથી.

પેંગોંગ ત્સોનો ઉપરનો હિસ્સો, લદ્દાખ

પેંગોંગ ત્સો ભારતના સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે. આ વિસ્તારનો એક મોટો હિસ્સો સરોવરથી ઘેરાયેલો છે, જે યાત્રિઓ માટે દુર્ગમ છે. સરોવરનો આશરે 50 ટકા હિસ્સો વિવાદિત ક્ષેત્રમાં આવે છે. અહીં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ભારતને ચીનના કંટ્રોલવાળા હિસ્સાથી અલગ કરે છે. તમે માત્ર ભારતની હદમાં આવતા હિસ્સા સુધી જ વિઝીટ કરી શકો છો.

બૈરેન આઈલેન્ડ, આંદામાન

ભારતનો એકમાત્ર જ્વાળામુખી બૈરેન આઈલેન્ડ પર સ્થિત છે, જે આંદામાન સાગરમાં એક્ટિવ ટેક્નોનિક પ્લેટ્સની બરાબર વચ્ચે સ્થિત છે. જોકે, તમે શિપ અથવા ક્રૂઝમાંથી પસાર થતી વખતે આ આઈલેન્ડનો નજારો જોઈ શકો છો. પરંતુ, આઈલેન્ડ પર ઉતરવાની પરવાગની કોઈને પણ નથી.

લક્ષદ્વીપના કેટલાક આઈલેન્ડ્સ

લક્ષદ્વીપમાં આશરે 36 આઈલેન્ડ્સ આવેલા છે, જોકે યાત્રિઓને અહીં થોડાં જ આઈલેન્ડ પર ફરવા જવાની સ્વતંત્રતા છે. સ્થાનિક લોકોના હિતને ધ્યાનમાં રાખીને અહીંના કેટલાક આઈલેન્ડ્સ યાત્રિઓની પહોંચથી બહાર છે. આ જગ્યા એક મુખ્ય નૌસૈનિક અડ્ડો પણ છે, આથી સુરક્ષાના કારણોથી પણ અહીં જવાની પરવાનગી કોઈને પણ નથી. અહીં અગાતી, બંગારામ, કદમત, કવારત્તી અને મિનિકૉય આઈલેન્ડ જેવી જગ્યાઓ પર જવા માટે પરવાનગી લઈ શકાય છે.

બાર્ક, મુંબઈ

બાર્ક એટલે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જે મુંબઈના એક ઉપનગરમાં સ્થિત છે, અહીં જવાની પરવાનગી યાત્રિઓને નથી. આ ભારતનું પ્રમુખ પરમાણુ અનુસંધાન કેન્દ્ર છે, આથી સુરક્ષાના કારણોથી અહીં જઈ શકાતુ નથી. સરકારી સંસ્થાનમાંથી પરવાનગી લીધા બાદ માત્ર શોધકર્તા અથવા વિદ્યાર્થી જ અહીં જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp