ગુજરાતના બાળકો માટે માઉન્ટ આબુ ખાતે 7 દિવસનો એડવેન્ચર કોર્સ યોજાશે

PC: abutimes.com

રાજ્યના અનુસૂચિત જનજાતિના 8 થી 13 વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો સાહસિક અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાત દિવસ માટે એડવેન્ચર કોર્સની તાલીમ આપવાનું આયોજન કરાયુ છે. રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે 7 (સાત) દિવસનો એડવેન્ચર કોર્સ આગામી ઓક્ટોબર-2018માં માઉન્ટ આબુ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ 100 બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે.

માત્ર અનુસૂચિત જનજાતિના બાળકો કે જેઓ તા.31/12/2018ના રોજ 8 થી 13 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, એસ-21/બીજો માળ, જોરાવર પેલેસ કંપાઉન્ડ, પાલનપુર, જિ.બનાસકાંઠાને તા.30/9/2018 સુધીમાં મોકલી આપવાનું રહેશે. કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન, કાર્યક્રમ સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર બાળકોને પત્ર દ્વારા/મોબાઇલ/ E-mail દ્વારા જાણ કરવામાં આવશે. પસંદ થનારને જિલ્લા રમતગમત અધિકારી, પાલનપુર, જિ.બનાસકાંઠા દ્વારા જાણ કરવામાં આવશે.

આ સબંધે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રમતગમત અધિકારી, પાલનપુર, જિ.બનાસકાંઠા મોબાઇલ નંબર 97371 65544 તેમજ E-mail [email protected] ઉપર સંપર્ક કરવો તેમ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp