આ 10 કારણ જાણીને ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું મન ચોક્કસ થશે

PC: traveltheworldfans.com

જ્યારે ફરવા જવાની વાત થાય અથવા ફરવા જવાના સ્થળ અંગેની ચર્ચા થતી હોય તો સામાન્યપણે દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે જે સ્થળ જેટલું દૂર હશે, ખર્ચો એટલો જ વધારે આવશે પણ એવું જરૂરી નથી. શક્ય છે જે સ્થળ દૂર હોય ત્યાં ફરવા જવાની મજા વધુ આવે અને ખર્ચ પણ ઓછો થાય, એવા ડેસ્ટિનેશનની લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

આ 10 કારણ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું મન ચોક્કસ થશે...

ગ્રેટ બેરિયર રીફ: 

પ્રખ્યાત એવા કોરલ રીફની વાત કરીએ તો એમાં અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓ છે.

ગ્રેટ બેરિયર રીફ એ ડાઈવિંગ માટે શ્રેષ્ઠ જગ્યા છે. તમને કાચબા, વિદેશી શાર્ક અને માછલી જોવાનો શોખ હોય તો તમને અહીં સમય પસાર કરવું ખૂબ ગમશે. અમુક પર્યટકોને આ સ્થળ એટલું પસંદ છે કે તેમના માટે અહીં અઠવાડિયાનો સમય પણ ઓછો પડે છે. 

સિડની:

સિડની પર્યટકોનું મનપસંદ સ્થળ છે, એમાં કોઈ જ બે મત નથી. આ સ્થળ મનપસંદ હોવા પાછળ ઘણાં કારણો છે. વિશ્વ પ્રખ્યાત ઓપેરા, સિડનીના બ્રિજ, પાર્ક અને સ્વાદિષ્ટ વાનગીના ઉલ્લેખ વગર તો સિડનીની વ્યાખ્યા જ અધૂરી છે. ઉપરાંત સિડનીના બીચ અને હાર્બર પર ફરવા જવાના વિચારથી તમારો મૂડ ફ્રેશ થઈ જશે.

ઉલરું:

ઉલરું એક વિશાળ રાઉન્ડ સેપનો સ્ટોન છે. આવું વાંચીને તમે વિચારશો કે સ્ટોનને જોવામાં શું મજા આવશે? પણ આ સ્ટોનની વિષેશતા જાણીને તમારો આ ડાઉટ દૂર થઈ જશે.આ એક રેડિશ-ઓરેન્જ કલરનો સ્ટોન છે અને એનો કલર આવો હોવા પાછળનું કારણ એમાં રહેલું આયર્ન છે. ઉલરું એક ધાર્મિક સ્થળના પ્રતીક તરીકે પ્રખ્યાત છે.

બાર્બેક્યૂ:

ઓસ્ટ્રેલિયાની વાત થતી હોય ત્યારે બાર્બેક્યૂનો ઉલ્લેખ કરવો સહજ છે. ઓસ્ટ્રેલિયામાં એવા કેટલાંક સ્થળો છો જ્યાં તમે સ્વયં માટે મીટ બનાવી શકો છો. દરેક વ્યક્તિ જે ફૂડી છે અથવા જેને અલગ-અલગ વાનગી ખાવાનો શોખ છે એમના માટે ઓસ્ટ્રેલિયા જઈને બાર્બેક્યૂ ટેસ્ટ કરવું એટલે ‘સોને પે સુહાગા’ જેવું છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા:

પર્યટકો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા જવું ઓછું પસંદ કરે છે, પણ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ફરવા જેવા ઘણાં સારા બીચ છે. ત્યાં જઈને તમે રિલેક્સ કરી શકો છો અને ત્યાનું વાતાવરણ શાંત હોવાના કારણે ત્યાં તમને વધુ સમય પસાર કરવો ગમશે.

પર્થ:

સિડની અને મેલબોર્નને વધુ અટેન્શન મળતું હોય છે, પણ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની રાજધાની ફરવા લાયક સ્થળ છે. ત્યાંના પાર્ક, બીચ અને સર્ફિંગની મજા જ કંઈ અલગ છે. પર્થનું મોટાભાગનું પોપ્યુલેશન યુથ છે, આથી ત્યાનું એટમોસ્ફિયર ખૂબ જ લાઈવલી છે.

સર્ફિંગ:

ઓસ્ટ્રેલિયા સર્ફિંગ માટે વધુ પ્રખ્યાત નથી, પણ ઓસ્ટ્રેલિયાના સ્થાનિકોને સર્ફિંગ કરવું ખૂબ જ પસંદ છે. ત્યાં સર્ફિંગનો ક્રેઝ જોઈને તમને એવું લાગશે કે સર્ફિંગ એમના કલ્ચરમાં જ છે. ઈસ્ટ કોસ્ટ પર સર્ફિંગ માટે ઘણાં જગ્યા છે, જેમાંથી નુસા, બોન્ડી બીચ, ક્વીન્સ લેન્ડ પ્રખ્યાત છે. 

બીચ:

ઓસ્ટ્રેલિયામાં બીચની જમીનનો સરવાળો કરીએ તો લગભગ 30,000 માઈલ જેટલો થાય છે. ઈસ્ટ કોસ્ટ પર વેસ્ટ કોસ્ટ કરતાં વધુ ભીડ હોય છે, તેમ છતાં તમને પર્સનલ સ્પેસ શોધવામાં કોઈ મુશ્કેલીનો અનુભવ નહીં થશે. જો બેસ્ટ બીચની વાત કરીએ તો કોરલ બે, કેબલ બીચ, નૂસા, માનલી આ બધા બીચ પર એકવાર તો જવું જ જોઈએ, આ બધા બીચ લગભગ પર્થની નજીક છે.

જંગલ:

ક્વીન્સ લેન્ડ એક એવી જગ્યા છે જ્યાં તમને સૌથી વધુ જૂનાં ટ્રોપીકલ ફોરેસ્ટ જોવા મળશે, જ્યાં તમે ટ્રેકિંગ કરી શકો. ત્યાંની નદીનું પાણી ક્રિસ્ટલ ક્લીયર હોય છે અને જો તમને જંગલ જોવાનો શોખ હોય તો તમારા માટે ઉત્તમ જગ્યા છે કેપ.

વાઈન:

ઓસ્ટ્રેલિયામાં ઘણા એવા વિસ્તાર છે જે તેના વાઈન યાર્ડસના કારણે ખૂબ પ્રખ્યાત છે. તેમાં માર્ગરેટ વેલી (પર્થ પાસે), બારોસા વેલી (એડીલેડ પાસે) અને હન્ટર વેલી (સિડની પાસે) જેવા વાઈન યાર્ડનો સમાવેશ થાય છે. તો હવે જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો શિરાઝ અને પીનોટ નોઈર નામની વાઈન ચાખવાનું અને વાઈન યાર્ડની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

આ કારણ વાંચીને એકવાર તો ઓસ્ટ્રેલિયા ફરવા જવાનો વિચાર આવ્યો જ હશે.

કપલ ટ્રાવેલિંગ અને અલગ-અલગ ડેસ્ટિનેશન અંગે રસપ્રદ માહિતી માટે આ બ્લોગ પર કરો એક નજર:

https://j4l.com

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp