ઘર-બાર વેચી વર્લ્ડ ટુર કરવા નીકળ્યું આ કપલ, અત્યાર સુધી કર્યું 80 દેશોમાં ભ્રમણ

PC: nyt.com

આ ઉંમરે જ્યારે લોકો કામમાંથી નિવૃત્ત થઇને આરામ કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે એક દંપતિ એવું પણ છે જેમણે આટલી મોટી ઉંમરે વિશ્વભરમાં ફરવાનો નિર્ણય કર્યો. આ પણ કોઈ એક-બે અઠવાડિયા કે મહિના માટે નહીં પણ કાયમ માટે! અમેરિકામાં રહેતા 62 વર્ષીય ડેબી અને 72 વર્ષીય માઈકલ અત્યાર સુધી દુનિયાના 250 શહેરો સહિત 80 દેશોમાં ફરી ચૂક્યા છે અને આગળ પણ સતત શક્ય એટલો પ્રવાસ કરવાના છે.

કપલે 2013માં તેમનો આ સફર શરૂ કર્યો હતો. વિશ્વભરમાં મુસાફરી કરવા માટે તેમણે પોતાનું ઘર, કાર અને બોટ પણ વેચી નાંખ્યું. દેશ-વિદેશમાં તેઓ ફરતાં-ફરતાં જ્યાં રહે છે તેને જ પોતાનું ઘર બનાવી દે છે. હોટેલની જગ્યાએ આ દંપતિ લોકોા ઘરોમાં ભાડું આપીને રહેવાનું પસંદ કરે છે. કપલ 'સિનિયર નોમાડ્સ' નામનો બ્લોગ પણ ચલાવે છે. એક રાત માટે તેઓ લગભગ 6300 રૂપિયાનો ખર્ચ કરે છે. ડેબીએ એક વખત પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે પહેલીવાર તેમની પુત્રીએ તેમના મગજમાં વિશ્વભરમાં આ રીતે ટ્રાવેલ કરવાનો વિચાર નાંખ્યો હતો. તે સમયે દંપતિને આ આઇડિયા ગમ્યો તો હતો પણ સાથે તેમને ડર લાગ્યો હતો કે તેઓ આવી રીતે ફુલ ટાઇમ ટ્રાવેલ અફોર્ડ કરી શકશે કે નહીં પરંતુ તેમની પુત્રીએ તેમને આ વિશે તૈયાર કર્યાં કે તે હોટલમાં વધુ પૈસા આપ્યા કરતાં લોકોના ઘરે ભાડુ ચૂકવીને રહી શકે છે. આ રીતે તેમનો ખર્ચો પણ ઓછો થશે અને શાંતિથી ફરી પણ શકાશે.

કપલે કહ્યું કે જો નક્કી કરેલાં બજેટ પર ચાલવું હોય તો એ જરૂરી નથી કે શોપિંગ ન કરવું. તેઓ જ્યાં પણ જાય ત્યાં પોતાના બજેટ અનુસાર અન્ય લોકો માટે ભેટ ખરીદે છે. તેમજ કપલ જ્યાં પણ જાય ત્યાં ફ્રી સ્થાનો પર ફરવાનું પસંદ કરે છે. તેઓ મોટાભાગે પોતાનું જમવાનું પણ જાતે બનાવે છે. 5 વર્ષથી દેશ-વિદેશમાં ફરતા રહેવાથી તેઓ વૃદ્ધ થતાં જઈ રહ્યા છે એ અનુભવતા નથી પણ તેને બદલે તેઓ દિવસે ને દિવસે વધુ યંગ બની રહ્યા છે એવો અનુભવ લઈ રહ્યા છે. તેઓ સતત ચાલીને પોતાની જાતને સ્વસ્થ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp