એર એશિયાની ઓફર, 1399 રૂપિયામાં કરી શકશો વિદેશ યાત્રા

PC: parvezish.com

મલેશિયાની એર એશિયા બરહાદ અને ટાટા ગ્રૂપ દ્વારા સંચાલિત એર એશિયાએ શનિવારે મર્યાદિત સમય માટે 1,399 રૂપિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને રૂ. 999ની સ્થાનિક ફ્લાઇટ્સની ઓફર રજૂ કરી છે.

એર એશિયાએ જણાવ્યું હતું કે ટિકિટનું વેચાણ શનિવારે મધરાતથી શરૂ થશે અને તે 8 દિવસ સુધી ચાલશે. તેના મારફતે ફેબ્રુઆરી 2019 થી નવેમ્બર 2019 વચ્ચે એર ટ્રાવેલ દ્વારા કરી શકાશે. એર એશિયાએ કહ્યું કે 'બીગ સેલ પ્રમોશન' અંતર્ગત કંપની સ્થાનિક ફ્લાઈટ્સ માટે રૂ. 999ની શરૂઆતી ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ટિકિટની કિંમત 1399 રૂપિયાથી શરૂ થશે. આ ઓફર એર એશિયા ગ્રૂપના બધા નેટવર્ક - એર એશિયા ઇન્ડિયા, એર એશિયા બરહાદ, થાઈ એર એશિયા અને એર એશિયા એક્સ માટે ઉપલબ્ધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp