ભારતમાં બાઈક ટ્રીપ માટેના બેસ્ટ ડેસ્ટીનેશન

PC: trekworldexplore.com

હાલમાં આપણે ત્યાં લોકોમાં બાઈક પર ટ્રાવેલિંગ કરવાનો શોખ વધી રહ્યો છે. ખાસ કરીને યુવાનો ભારતના અમુક સ્થળોએ બાઈકિંગ કરવા માટે જતા હોય અને તે માટે ઘણા બધી કંપનીઓ બાઈક એક્સ્પીડીશન પણ કરતા હોય છે. આપણા દેશમાં એવા ઘણા બધા રૂટ છે જ્યાં બાઈક ટ્રીપ પર જવાની ઘણી મજા આવે છે. તો ચાલો એવા જ કેટલાંક જાણીતા રૂટ અંગે જાણી લઈએ.

Puri to Konark on the NH-203

જે લોકો પહેલી વખત બાઈક ટ્રીપ કરી રહ્યા હોય તેવા માટે આ બેસ્ટ રૂટ છે. નાનકટા ટાઉન પુરીથી શરૂઆત કરીને તમે કોનાર્કના સુર્ય મંદિર સુધીના રૂટની મજા લઈ શકો છો. આ રૂટ લાંબો નથી પરંતુ 36 કિમીના આ રૂટમાં તમે કુદરતની દિલ ભરીને મજા માણી શકશો અને ખાસ કરીને તમારી એક બાજુએ ભારતીય સમુદ્ર તમારી સાથે ને સાથે ચાલતો જણાવે.

અંતરઃ 36 કિમી.

મુલાકાત માટેનો બેસ્ટ સમયઃ સપ્ટેમ્બર થી માર્ચ

Guwahati- Tawang

ગુવાહાટી અને તવાંગ નોર્થ ઈસ્ટની બાઈક એક્સ્પીડીશ દરમિયાનનો મહત્ત્વનો રૂટ છે. અહીંના પર્વતો તમને લીલા ઘટ્ટ વૃક્ષોથી ઢંકાયેલા જોવા મળશે અને અહીંના રસ્તાઓ પણ થોડા ચેલેન્જીંગ છે, જેને પાર કરવાની ઘણી મજા આવશે.

અંતરઃ 520 કિમી.

મુલાકાતનો બેસ્ટ સમયઃ માર્ચ થી ઓક્ટોબર

Chennai to Pondicherry along the East Coast Road

વિચારો કે તમે એક ખાલી રોડ, સ્વચ્છ આકાશ અને શાંત દરિયાની સાથે સાથે તમારી બાઈક ચલાવી રહ્યા છો. પોંડીચેરી પહોંચતાની સાથે તમને ઘણા સારા દરિયાકિનારા જોવા મળશે.

અંતરઃ 160 કિમી

મુલાકાત માટેનો બેસ્ટ સમયઃ સપ્ટેમ્બર થી માર્ચ

Jaipur To Jaisalmer

જયુપરથી જેસલમેરની ટ્રીપ તેના વાતાવરણને લીધે તમને થોડી અઘરી લાગી શકે છે પંરતુ જો ટ્રીપ દરમિયાન તમે તમારી જાતની સારી સંભાળ રાખી હશે તો તમો આ રૂટની ખૂબ મજા માણી શકશો.

અંતરઃ 560 કિમી

મુલાકાત માટેનો બેસ્ટ સમયઃ ઓક્ટોબરથી માર્ચ

VisakhaPatnam to Araku Valley

આરાકુ વેલી એક હિલ સ્ટેશન છે અને તે આંધ્રા પ્રદેશના સાઉથવેસ્ટર્ન ભાગમાં આવેલું છે. ત્યાં પહોંચવાનો રસ્તો ખુબ જ સરસ છે. આ રસ્તા દરમિયાન તમને ઘણી સારી સાઈટસીઈંગ અને ગુફાઓ અને વોટરફોલ જોવા મળશે. અહીંના વળાંકવાળા રસ્તાઓ પણ બાઈક ચલાવવાની ઘણી મજા આવશે.

અંતરઃ 116 કિમી

મુલાકાત માટેનો બેસ્ટ સમયઃ ઓક્ટોબરથી માર્ચ

Manali To Leh

ભારતમાં બાઈક ટ્રીપ કરવામાં જો તમે મનાલી થી લેહ સુધીની ટ્રીપ નહીં કરી હોય તો તમારે ઘણું બધું મિસ કરી ગયા હોવ તેવું લાગશે. મનાલીથી લેહ સુધી પહોંચવાનો રસ્તો ભારતના બાઈક ટ્રીપ માટેનો સૌથી સુંદર અને સૌથી વધુ ચેલેન્જીંગ છે.

અંતરઃ 479 કિમી

મુલાકાત માટેનો બેસ્ટ સમયઃ મે થી ઓક્ટોબર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp