હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનો સંદેશો લઇને બે મિત્રોની બાઇકયાત્રા સુરત પહોંચી

PC: khabarchhe.com

હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનો સંદેશો લઇને બે અલગ અલગ ધર્મના યુવકો કર્ણાટકથી બાઇક યાત્રા કાઢીને આજે સુરત પહોંચ્યા હતા. કર્ણાટકના બેલગામના નિવાસી મો. હુસેન કાજી અને સુનિલ મરાઠે નામના આ બંને યુવકો 6 માર્ચના રોજ કર્ણાટકથી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને માત્ર ત્રણ દિવસની અંદર બાઇક ચલાવીને સુરત પહોંચ્યા હતા.

બાઇકયાત્રા લઇને નીકળેલા આ બંને યુવકોએ કહ્યું હતું કે, આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો. કોઇ પણ ધાર્મિક ગ્રંથ જેવા કે ભગવતગીતા, કુરાન હોય કે બાઇબલ કોઇ ક્યાંય શીખવવામાં નથી આવતું કે એકબીજાને મારવામાં આવે. આ શાંતિના ઉદ્દેશ સાથે અમે બાઇકયાત્રા શરૂ કરીને શાંતિનો સંદેશો પહોંચાડવાની કોશીશ કરી છે. અમારો ઉદ્દેશ છે કે દેશના લોકો સંપીને રહે અને દેશમાં ભાઇચારાનું વાતાવરણ બને.

આ બંને યુવાનોએ કર્ણાટકના હુબલી જિલ્લાથી યાત્રાની શરૂઆત કરી હતી. હુબલીથી તેઓ બેલગામ, કોલ્હાપુર થઇને મુંબઇ પહોંચ્યા હતા અને મુંબઇમાં સિદ્ધિવિનાયકના દર્શન અને હાજીઅલીની બંદગી કરીને ત્યારબાદ સુરત આવવાં માટે નીકળ્યા હતા. આ યુવાનો હવે સુરતથી નીકળીને અમદાવાદ અને ત્યારબાદ અજમેર-દિલ્હી-બરેલી-લખનઉ-નાગપુર-હૈદ્રાબાદ-ગુલબર્ગ અને અંતે હુબલી પહોંચીને પોતાની યાત્રા પૂર્ણ કરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp