USAના ફ્લોરિડામાં લેન્ડિંગ વખતે ચૂક થતા 136 પેસેન્જર સાથે વિમાન નદીમાં પડ્યું

PC: boston25news.com

અમેરિકાના ફ્લોરિડામાં એક વિમાન નદીમાં પડવાના સમાચા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બોઈંગ 737 વિમાન ફ્લોરિડા નદીમાં પડી ગયું છે. વિમાનમાં 136 લોકો હાજર હતા. જોકે, હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.

વિમાનમાંથી રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકોને ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. તમામ લોકો સુરક્ષિત છે, કોઈને પણ ઈજા નથી થઈ.

મળતી માહિતી અનુસાર, વિમાન ફ્લોરિડાના નેવલ એર સ્ટેશન જેક્શવિલેના રનવે પરથી સરકીને સેન્ટ જોન નદીમાં પહોંચી ગયું. આ ઘટના શુક્રવારે મોડી રાતની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બોઈંગ 737 કોમર્શિયલ વિમાન છે.

નેવલ એર સ્ટેશન જેક્સનવિલે તરફથી મળેલી જાણકારી અનુસાર, દુર્ઘટના લેન્ડિંગ સમયે થઈ અને આ વિમામ ક્યૂબાથી આવી રહ્યું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે, વિમાન જે નદીમાં પડ્યું, ત્યાં પાણી ઓછું હતું આથી તે સંપૂર્ણરીતે ડૂબ્યું નહીં. વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp