આ મિનાર પર એકસાથે નથી જઈ શકતા ભાઈ-બહેન, જાણો કારણ

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં 201 મીટર ઊંચી એક મિનાર છે. આ મિનારને લંકા મિનારના નામથી ઓળખવામાં આવે છે. આ મિનારની વિશેષતા એ છે કે તેમાં ભાઈ-બહેન એક સાથે જઈ શકતા નથી. તો ચાલો જોઈ લઈએ કે આ પ્રતિબંધનું શું કારણ છે અને આ મિનારની શું ખાસિયત છે. આ મિનારને બનાવવામાં અડદની દાળ, કોડિયો, શંખ અને શીપનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેની ઊંચાઈ 210 મીટર છે. બીજા મિનારાની જેમ તેની ટોચ પર પણ વળાંકવાળા રસ્તાથી જવામાં આવે છે અને આ રસ્તામાં જ છૂયાયેલું છે ભાઈ-બહેનના એક સાથે ન જવાનું કારણ.

આ મિનાર દેશભરમાં આવેલા ઊંચા મિનારોમાં એક છે. નિર્માણ ક્ષેત્રમાં 100 ફૂટના કુંભકર્ણ અને 65 ફૂટ ઊંચા મેઘનાથની પ્રતિમા લાગી છે. મિનારની સામે ભગવાન ચિત્રગુપ્ત અને ભગવાન શંકરની મૂર્તિઓ લાગી છે. અહીં નાગ પાંચમ પર મેળાનું આયોજન થાય છે અને સમય સમય પર દંગલ પણ કરવામાં આવે છે. લંકા મિનારના ક્ષેત્રમાં ભગવાન શિવનું એક મંદિર છે. આ મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવે છે કે રાવણ પોતાની લંકાથી ભગવાન શિવના 24 કલાક દર્શન કરી શકે. પરિસરમાં 180 ફૂટ લાંબા નાગ દેવતા અને 95 ફૂટ લાંબા નાગિન દ્વાર પર બેઠી છે. તેમને મિનારના રક્ષક તરીકે બનાવવામાં આવ્યા છે.

આ મિનારની ઐતિહાસિક ખૂબી એ છે કે તેમાં માત્ર રાવણ નહીં પરંતુ તેના આખા પરિવારનું ચિત્રણ જોવા મળશે. ઘણી પૌરાણિક ઘટનાઓને પણ અહીં વધારે ચિત્રોમાં ચિતરણ કરવામાં આવ્યા છે. પોતાના ક્ષેત્રમાં રામલીલાનું આયોજન કરવાવાળા અને આ રામલીલામાં રાવણનું પાત્ર ભજવનાર મથુરા પ્રસાદ નિગમે આ મિનારનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષ 1875માં બનેલું આ મિનારમાં તે સમયે 1 લાખ 75 હજારનો ખર્ચ આવ્યો હતો. તેના નિર્માણમાં 20 વર્ષનો સમય લાગ્યો હતો.

હિંદુ ધર્મમાં સાત ફેરા માત્ર પતિ-પત્ની સાથે લઈ શકે છે પરંતુ આ મિનારની છત સુધી પહોંચવા માટે જે વળાંકવાળો રસ્તો છે, તે સાત ફેરા પૂરા કરે છે. આ કારણે આ મિનારની છત સુધી પતિ-પત્ની અથવા તો પ્રેમી-પ્રેમિકા સાથે જઈ શકે છે પરંતુ ભાઈ-બહેન નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp