આ છે વિશ્વની સૌથી મોટી બરફમાંથી બનાવવામાં આવેલી ભૂલભુલામણી, જાણો તેની ખાસિયતો

PC: dainikbhaskar.com

કેનેડામાં બરફમાંથી દુનિયાની સૌથી મોટી ભૂલભુલૈયા બનાવવામાં આવી છે. આ બનાવવામાં ક્લીંટ માસનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. માસે ડિસેમ્બરમાં આ ભૂલભુલૈયા પર કામ કરવાની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે, તેણે આ સ્ટ્રક્ચર સ્નો મશીન અને સ્નો બ્લોઅરની મદદથી બનાવવામાં આવેલા કુત્રિમ બરફમાંથી તૈયાર કર્યું છે.

ભૂલભુલૈયાની દિવાલ ૬.૫ ફૂટ ઊંચી અને ૨ ફૂટ પહોળી રાખવામાં આવી છે. તેને પાર કરવામાં ૩૦ મિનિટનો સમય લાગે છે. ગત અઠવાડિયે આ ભૂલભુલૈયામાં રોજ સરેરાશ ૧૦૦૦ લોકો પહોંચ્યા હતા. ક્લીંટે કહ્યુ હતું કે, હું એ સમયે થોડો ઝનુની હતો. મેં મારી પત્નીને પૂછ્યું કે શું હું બરફથી કશું હેરાન કરનારી વસ્તુ બનાવી શકું છું? આવું કરવા માટે તમને ઍક ઉત્સાહી પાર્ટનરની જરૂરિયાત રહે છે જે આ કામ માટે હા કહી શકે.

કલીંટના જણાવ્યા મુજબ, કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલો બરફ કુદરતી બરફ કરતા વધુ સ્થાયી હોય છે. જો તમે ભૂલભુલૈયાને જાશો તો ખબર પડશે કે આ દિવાલ સાથે અથડાશો તો તમારી પણ કાર તૂટી શકે છે. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે ૫૭ હજાર કેનેડિયન ડૉલર (આશરે ૩૦ લાખ રૂપિયા) ખર્ચ થયો છે.

ક્લીંટને આ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને તેનાથી ક્લીંટ અને તેનો પરિવાર ખૂબ જ ખુશ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp