આજથી પવિત્ર ચાર ધામ યાત્રાની શરૂઆત, ખુલ્યા ગંગોત્રી-યમુનોત્રીના કપાટ

PC: coxandkings.com

અક્ષય તૃતિયાના પાવન પર્વ પર મંગળવારે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલવાની સાથે જ ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયી ક્ષેત્રમાં સ્થિત ચારધામોની યાત્રાની શરૂઆત થઈ જશે. કેદારનાથ ધામના કપાટ 9મેના રોજ ખુલશે, જ્યારે બદ્રીનાથ મંદિરના કપાટ 10મેના રોજ ખુલશે. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી મંદિરના કપાટ મંગળવારે સવારે 11.30 વાગ્યે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવશે, જ્યારે યમુનોત્રી ધામના કપાટ રોહિણી નક્ષત્રમાં બપોરે 1.15 વાગ્યે ખોલવામાં આવશે. જણાવી દઈએ કે, ચારધામ યાત્રા હિંદુઓનું એક પ્રસિદ્ધ તીર્થ છે.

ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે 12.35 વાગ્યે મા ગંગાની ઉત્સવ ડોલી પોતાના શીતકાલીન પ્રવાસ મુખબા ગામથી ગંગોત્રી ધામ માટે રવાના થઈ ગઈ છે. જ્યારે યમુનોત્રી મંદિર સમિતિના સચિવ કૃતેશ્વર ઉનિયાલના જણાવ્યા અનુસાર, મા યમુનાની ડોલી મંગળવારે સવારે 9 વાગ્યે પોતાના શીતકાલીન પ્રવાસ ખરસાલી ગામથી યમુનોત્રી ધામ માટે રવાના થશે.

દર વર્ષે સ્થાનિક લોકો પણ એપ્રિલ-મેમાં ચારધામ યાત્રા શરૂ થવાની રાહ જોતા હોય છે. છ મહિના સુધી ચાલતી આ યાત્રા દરમિયાન દેશ-વિદેશથી આવનારા શ્રદ્ધાળુઓ અને પર્યટક સ્થાનિક જનતાના રોજગાર અને આજીવિકાનું સાધન છે. આથી ચારધામ યાત્રાને ગઢવાલ હિમાલયની અર્થવ્યસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે. શિયાળામાં ભારે હિમવર્ષા અને ભીષણ ઠંડીને કારણે ચાર ધામના કપાટ દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે, જે બીજા વર્ષે એપ્રિલ-મેમાં ફરીથી ખોલી દેવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp