ગોવા જવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા આ વાંચી લેજો

PC: google.com

દુનિયાભરમાં 5 હજાર કરતા વધુ લોકોનો જીવ લેનાર કોરોના વાયરસના જોખમને જોતા ભારતમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ગોવા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ સ્કૂલ-કોલેજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની તમામ શિક્ષણ સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સાથે જ રાજ્ય સરકારે બીમારીને ફેલાતી અટકાવવા માટે હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઝ, આંગણવાડી કેન્દ્રો સહિત તમામ થિયેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. તેમણે કહ્યું કે, પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર લેવાશે. હિમાચલ પ્રદેશમાં હજુ સુધી કોવિડ-19નો કોઈ મામલો સામે નથી આવ્યો.

તેમણે જણાવ્યું કે, 593 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમાંથી 372 વિશે જાણકારી મેળવવામાં આવી, તેમના કોરોનાથી પ્રભાવિત 19 દેશોની હાલમાં યાત્રા કરવા વિશે જાણકારી મેળવવામાં આવી. ઠાકુરે જણાવ્યું કે, બાકીના 221 લોકોએ પોતે અધિકારીઓનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, ખાંસી કે તાવના લક્ષણોની સાથે આઈજીએમસી શિમલા અને આરપીજીએમસી ટાંડા હોસ્પિટલ આવ્યા અને તેમાંથી 7 કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા.

દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની મહામારીને જોતા રાજ્યની સ્કૂલો, કોલેજો, કોચિંગ સેન્ટર્સ, જિમ અને થિયેટર્સ 30 માર્ચ સુધી બંધ રહેશે. જોકે, બોર્ડ એક્ઝામ્સ પોતાના નક્કી કરાયેલા શિડ્યૂલ અનુસાર લેવાશે.

ગોવા સરકારે કોરોના વાયરસથી બચવા માટે સાવધાનીના ઉપાય તરીકે સ્કૂલ, કોલેજ, પબ, સાર્વજનિક સ્વિમિંગ પૂલ, સ્પા અને કસીનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રદેશના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે તેની જાહેરાત કરી. મુખ્યમંત્રી સાવંતે કહ્યું કે, આ દરમિયાન મોલ, રેસ્ટોરન્ટ અને હોટેલ ખુલ્લી રહેશે. તેમણે કહ્યું કે, માત્ર એવી જગ્યાઓ જ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જ્યાં લોકો બંધ પરિસરમાં ભેગા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp