આ દેશે કરી પ્રવાસીઓને ઓફર, કોરોના પોઝિટિવ થશો તો તમામ ખર્ચો સરકાર ઉઠાવશે

PC: youtube.com

કોરોના વાયરસના જોખમને ધ્યાને લઈને કેટલાય દેશામાં હજું પણ લોકડાઉન યથાવત છે. મોટાભાગના દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ છે. એક માઠી અસર પણ ઊભી થઈ છે. જેને ધીમે ધીમે વિકાસના પાટે લાવવા માટેના પ્રયત્નો દરેક દેશે શરૂ કરી દીધા છે. કોરોનાની ચપેટમાં આવેલા ઘણા એવા દેશ છે ધીમે ધીમે લોકડાઉન દૂર કરી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે એક દેશે અનોખી ઓફર જાહેર કરી છે.

યુરોપીયન દેશ સાયપ્રસે પ્રવાસીઓને આકર્ષવા માટે ઓફરની શરૂઆત કરી દીધી છે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા સાયપ્રસે પ્રવાસીઓ સમક્ષ એક મોટી ઓફર મૂકી છે, સાયપ્રસ સરકાર કહે છે કે, જો કોઈ પ્રવાસીઓને અમારા દેશમાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો તો તમામ પ્રકારનો ખર્ચ સરકાર ઊઠાવશે. દવા તથા ખાવા-પીવાનો ખર્ચ પણ સરકાર આપશે. કોરોનાના એ દર્દીઓને આવવા-જવાનું ભાડું, હોટેલમાં રહેવાનો ખર્ચ, જમવાનું બિલ, સ્થાનિક ટ્રાંસપોર્ટ સહિતનો ખર્ચો સરકાર કરશે. એટલું જ નહીં આ દર્દીઓની સુરક્ષા પણ સરકારની જવાબદારી રહેશે. આ જવાબદારી સરકાર એક ગરીમા સાથે નિભાવશે. સાયપ્રસના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, એમના દેશમાં પ્રવાસીઓ એક સુરક્ષિત વાતાવરણ મહેસુસ કરે.

કોરોના વાયરસ જેવી મહામારીથી ભયભીત ન થાય. સાયપ્રસની કુલ અર્થવ્યવસ્થામાં 15 ટકા ભાગ પ્રવાસન ક્ષેત્રનો રહ્યો છે. 15 ટકા આવક સરકારને આ ટુરિઝમ ક્ષેત્રમાંથી થઈ રહી છે. સાયપ્રસ દેશે એક એવો દાવો પણ કર્યો હતો કે, અત્યાર સુધીમાં સાયપ્રસ દેશમાં કોરોના વાયરસનો એક પણ નવો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. આ પહેલા દેશમાં કોરોના વાયરસના 1000થી પણ ઓછા કેસ સાયપ્રસ દેશમાંથી સામે આવ્યા હતા. જેમાંથી 17 દર્દીઓનાં મોત નીપજ્યા હતા.

સાયપ્રસ બાદ યુરોપના અનેક નાના-મોટા દેશ લોકડાઉન ઊઠાવી લેવા માટે વિચારણા કરી રહ્યા છે. ભારતમાં પણ અનલોક-1 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. કોરોના વાયરસને કારણે અનેક દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં એકાએક ઘટાડો નોંધાયો છે. સૌથી ગંભીર સ્થિતિ યુરોપમાં ઈટાલીની થઈ હતી. ત્યાં પણ હવે ધીમે ધીમે તમામ પાસાઓ પર ફરી બધું શરૂ કરવા માટે તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં ઈટાલીમાં પણ પ્રવાસીઓ જોવા મળશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp