દેશની પહેલી ખાનગી ટ્રેન આ બે સ્ટેશનો વચ્ચે જલદી જ દોડવા માંડશે

PC: wikimedia.org

દેશમાં ચાલશે પ્રથમ ખાનગી ટ્રેન. તેજસ એક્સપ્રેસ, જે દિલ્હી અને લખનઉ રૂટ વચ્ચે ચાલનારી દેશની પ્રથમ ખાનગી ટ્રેન હશે. રેલવેએ 100 દિવસના એજન્ડામાં આગળ વધતા શરૂઆતમાં 2 ખાનગી ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે આખરે વિરોધ વચ્ચે રેલવેના ખાનગીકરણ તરફ આગળ વધ્યું છે. રેલવે બોર્ડ દિલ્હી-લખનઉ સિવાય 500 કિલોમીટરના અંતરના રૂટની પસંદગી કરી રહી છે જ્યાં બીજી ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે.

દિલ્હીથી તેજસ એક્સપ્રેસ ચલાવવાની જાહેરાત 2016 માં કરવામાં આવી હતી. પરંતુ તે તાજેતરમાં એક નવા ટાઇમટેબલ સાથે લોન્ચ કરવામાં આવી છે. દિલ્હી-લખનઉ માર્ગ પર તેજસ ટ્રેન લાંબા સમયથી સુધી રાહ જોતી હતી. આ ટ્રેન હાલમાં ઉત્તર પ્રદેશના આનંદનગર રેલવે સ્ટેશન પાર્ક છે, જે ઓપન બિડિંગની પ્રક્રિયા પછી ખાનગી ઓપરેટરને સોંપી દેવામાં આવશે. હાલમાં, દિલ્હી-લખનઉ માર્ગ પર 53 ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પરંતુ તેમાં કોઈ રાજધાની ટ્રેન નથી. આ માર્ગની સૌથી વધુ પ્રીમિયમ ટ્રેન સ્વર્ણ શતાબ્દી છે, જે દિલ્હીથી લખનઉ સુધી મુસાફરી કરવા સાડા છ કલાકનો સમય લે છે.

જો કે આ ટ્રેનનું કસ્ટોડિયન ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) સાથે રહેશે, જેના માટે તેને રેલવે બોર્ડને ચૂકવણી કરવી પડશે. આમાં લીઝ ચાર્જ અને ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઈઆરએફસી) ની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બંને ટ્રેનો શરૂઆતમાં પ્રયોગો તરીકે ચાલશે અને આશા વ્યક્ત કરાઇ છે કે આમાંથી વધુ ટ્રેનો આગામી 100 દિવસમાં ચાલશે. રેલવે ખાનગી ટ્રેન ચલાવવા માટે માર્ગો પસંદ કરી રહી છે, જે ઓછી ભીડવાળા છે અને મહત્વપૂર્ણ પર્યટન સ્થળોને જોડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp