નવરાત્રીમાં પાવાગઢ જવાનું વિચારો છો, તો પહેલા આ વાંચી લો નહિતર પસ્તાશો

PC: wikimedia.org

કોરોના વાયરસના કારણે લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કોરોનામાં વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓ પણ તૂટી છે. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઇ હોય તેવું લાગી રહ્યું છે. લોકો કોરોનાની મહામારી વચ્ચે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ન ઉજવી શક્યા, ગણેશ મહોત્સવ ધામધૂમથી ન ઉજવી શક્યા, ભગવાન જગન્નાથની રથયાત્રા ન નીકળી શકી અને હવે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર નવરાત્રીમાં પણ ગરબાનું આયોજન ન કરવાનું સરકારે જણાવ્યું છે. આટલું જ નહીં કોરોનાની મહામારી વચ્ચે ત્રણ મહિના જેટલો સમય ભક્તો માટે ભગવાનના મંદિરો બંધ રહ્યાં પરંતુ અનલોકની ગાઈડલાઈન અનુસાર મંદિરોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ધીમે-ધીમે એક પછી એક મંદિર ખુલી રહ્યા છે પરંતુ કેટલીક જગ્યાઓ પર સામાજિક અંતરનો ભંગ થયો હોવાના કિસ્સાઓ સામે આવે છે. આવું જ કંઈક પાવાગઢમાં સામે આવ્યું છે. જેમાં રવિવારે રજાના દિવસે 50 હજાર કરતા પણ વધારે ભક્તો માતાજીના દર્શન માટે ઊમટી પડ્યા હતા અને જેના કારણે સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો હતો.

આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા યાત્રાધામ પાવાગઢ મંદિર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયના કારણે માતાજીના ભક્તોમાં નિરાશા વ્યાપી ગઇ છે. રજાના દિવસે 50,000 પબ્લિક ભેગી થઈ હતી તો નવરાત્રીમાં વધારે પબ્લીક ભેગી થશે તેવા ડરના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે, નવરાત્રી દરમિયાન તળેટીમાં LED સ્ક્રીનની મદદ ભક્તો માતાજીના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે અને જે ભક્તો વર્ચ્યુઅલ દર્શન કરવા આવશે તેમને પણ કરોનાનીનું ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જીલ્લા પ્રશાસને સાથે મળીને નિર્ણય કર્યો છે કે, આગામી 16 ઓક્ટોબરથી લઈને એક નવેમ્બર સુધી પાવાગઢનું મંદિર ભક્તો માટે બંધ રહેશે. મહત્ત્વની વાત છે કે, દર વર્ષે નવરાત્રી દરમિયાન મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પાવાગઢમાં 8થી 10 લાખ લોકોની ભીડ ઉમટી પડતી હોય છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે લોકોની ભીડ ન થાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે માતાજીના દર્શનનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. દર્શન કરવા આવતા તમામ ભકતોને માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત દર્શન કરવા માટે 10 વર્ષથી નાના બાળકોને અને 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. દર્શન કરવા આવતા ભક્તોનું પહેલા સ્ક્રીનિંગ કરવામાં આવશે ત્યારબાદ તેને સેનિટાઇઝ કરવામાં આવશે અને પછી જ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp