આ વખતે ગરમીની રજાઓમાં કરો વર્ચ્યુઅલ ટ્રાવેલ, એક ક્લિકમાં જુઓ દુનિયાનો નજારો

PC: akamaized.net

ઉનાળું વેકેશન શરૂ થતા પહેલા જ વેકેશનમાં ક્યાં ફરવા જવું છે તેનો પ્લાન બની જતો હોય છે. પરંતુ, આ ઉનાળું વેકેશન અન્ય વેકેશન કરતા અલગ છે. કોરોના વાયરસના કારણે આખો દેશ થંભી ગયો છે, આવામાં તમે તમારા જ શહેરમાં ફરી ના શકતા હો તો બહાર ફરવા જવાની તો વાત જ ક્યાં આવી. પરંતુ હવે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે તમે ફિઝીકલી ભલે કશે ફરવા ના જઈ શકો પરંતુ વર્ચ્યુઅલી ટ્રાવેલ તો કરી જ શકો છો. તમે ટ્રાવેલર્સના બ્લોગ્સ પર જાઓ. ત્યાં તમને ન માત્ર જગ્યા-જગ્યાની સુંદરત તસવીરો જોવા મળશે, પરંતુ એવા વીડિયોઝ પણ જોવા મળશે કે તમે તે જોઈને દંગ રહી જશો. તમને ફરવાની અસલી મજા આવી જશે. તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમને તસવીરોની સાથોસાથ આસપાસના માહોલની બોલતી જાણકારી પણ મળશે.

સારો સમય ફરી પાછો આવશે. દુનિયા ખૂબ જ બદલાશે, પહેલા જેવી બેફિક્રી કદાચ ન રહે. પરંતુ આપણે નવી રીતો શોધવી પડશે, નવી સંભાવનાઓ શોધવી પડશે, નવી સંભાવનાઓ શોધવી પડશે. ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અને બ્લોગર અલકા કૌશિક હાલ પોતાના ફોલોઅર્સને ટ્રાવેલની સલાહ તો નથી આપી રહી પરંતુ એ જરૂર જણાવી રહી છે કે, આવનારા સમયમાં ટ્રાવેલ કેવું હશે? કઈ રીતે તેની શરૂઆત કરવી પડશે. તે કહે છે, કોઈ તોફાન હંમેશાં નથી રહેતું.

બ્લોગર અને ટ્રાવેલર્સ જ નહીં, ઘણા દેશના પર્યટન વિભાગ પણ વર્ચ્યુઅલ ટૂર કરાવી રહ્યા છે. હાલમાં જ અબુધાબીના સાંસ્કૃતિક અને પર્યટન વિભાગે પણ એક નવું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં લોકોને ત્યાંની સંસ્કૃતિ વિશે દર્શાવવામાં આવે છે જેથી આવનારા સમયમાં ત્યાં જવાનો કાર્યક્રમ બનાવી શકાય. ભારત સરકારના પર્યટન મંત્રાલયે પણ દેખો અપના દેશ નામથી એક વેબિનાર શરૂ કર્યું છે.

13 Brilliant Virtual City Tours You Can Take From Home | Travel.Earth

આ શો વિશેષજ્ઞ દેશની ઘણી જાણીતી જગ્યાઓ વિશે જણાવે છે. ટ્ર્રાવેલ બ્લોગર ગાર્ગી મનીષ કહે છે કે, અમે પણ બાતે બિહાર કી શરૂ કર્યું છે, જેમાં ટ્રાવેલ સાથે સંકળાયેલા લોકોને સામેલ કર્યા છે. ગત વર્ષે આ સમયે અમે જ્યાં-જ્યાં ગયા હતા, ત્યાંની પોસ્ટ અપલોડ કરી રહ્યા છીએ અને લોકોને ફરવા જવાનો આનંદ આપી રહ્યા છીએ. અમે ગત વર્ષે એપ્રિલમાં ખજુરાહો ગયા હતા, ત્યાંના ફોટા અદ્ભુત છે. તે પણ અમે શેર કર્યા છે.

તો તમે રાહ કોની જોઈ રહ્યા છો, પોતાના લેપટોપ કે સ્માર્ટફોનમાં જ એક ક્લિક પર કરી લો દુનિયાના વિવિધ સ્થળોનો વર્ચ્યુઅલ પ્રવાસ અને જોઈ લો પ્રકૃતિના રંગો પોતાની આંખોથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp