શું તમે જાણો છો? ધરતી પર એક એવું ગામ પણ છે જે છૂપાયું છે 3000 ફૂટ નીચે

PC: wordpress.com

દેશમાં ઘણી એવી હોટેલ અને રિસોર્ટ છે જે અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા હોય. જેમાં રહેવા માટે કે ફરવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હોય છે પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક એવું ગામ પણ છે જે ધરતીની 3000 ફૂટ નીચે વસેલું છે. આ ગામની વસ્તી ખૂબ ઓછી છે પરંતુ તે વિશ્વભરની પ્રવાસનની માહિતી પૂરી પાડતી સાઇટ્સ અને સંસ્થાઓમાં ખૂબ જાણીતું છે. અહીં હજારો પ્રવાસીઓ ખાસ કરીને સાહસિક પ્રેમીઓ આવવા માટે આતુર રહે છે.

ક્યાં આવેલું છે આ ગામ?
આ ગામ અમેરિકાના જાણીતા ગ્રાન્ડ કેનિયન નજીક હવાસુ કેનિયનમાં આવેલું છે. આ ગામ સુપાઈ નામે ઓળખાય છે. આ એક એવું ગામ છે જે જમીનથી ત્રણ હજાર ફુટ નીચે વસેલું છે. દર વર્ષે વિશ્વભરના 55 લાખ લોકો આ જોવા માટે એરિઝોના આવે છે. હવાસુ કેનિયનન નજીક એક ઊંડી ખીણ છે જ્યાં આ પ્રાચીન ગામ વસેલું છે. આ ગામની કુલ વસ્તી 208 છે. જમીનની સપાટીથી 3000 ફુટ નીચે આવેલાં આ ગામના વતનીઓ અમેરિકાના મૂળ નિવાસી રેડ ઈન્ડિયન છે.

ચાલીને જવું પડે છે ગામમાં
આજે પણ આ ગામ આધુનિક વિશ્વથી ખૂબ જ દૂર છે કારણ કે અહીંયા પરિવહનના સાધનો ખૂબ મર્યાદિત છે. અહીં પગથિયાં ઉતરીને, ચાલીને અથવા તો ખચ્ચર પર બેસીને જઈ શકાય છે. અહીંયા આવવાનો બીજો માર્ગ એ છે કે અહીંયા એક-બે પ્લેન આવે છે. જે ગામને નજીકના હાઇવે સાથે જોડે છે. આ ગામમાં આજની તારીખે પણ ખચ્ચર પર બેસીને ઘરે-ઘરે પત્રો પહોંચાડાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp