મનાલી ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ વાંચી લેજો

PC: khabarchhe.com

કોરોના વાયરસના વધતા પ્રકોપના પગલે હવે મનાલીમાં શટડાઉનની પરિસ્થિતિ બની ગઈ છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે હવે અહીં હોટેલો અને પર્યટન ગતિવિધિઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, મનાલીમાં આ દરમિયાન દુકાનોની બહાર ફોન નંબર લખવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેની મદદથી લોકો જરૂરિયાતનો સામાન ખરીદી શકે.

મળતી જાણકારી અનુસાર, મનાલીમાં વ્યાવસાયિક સંગઠનોએ ગુરુવારે પ્રશાસનની સાથે બેઠક કરી. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, આવનારા સોમવારથી 31 માર્ચ સુધી મનાલીને બંધ રાખવામાં આવશે. માત્ર ઈમરજન્સી જેવા કે મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો છોડીને તમામ દુકાનો બંધ રહેશે.

મનાલીને બંધ રાખવાની તૈયારી ત્રણ દિવસથી ચાલી રહી હતી, પરંતુ ગુરુવારે તમામે પ્રશાસન સમક્ષ પોતાની સહમતિ વ્યક્ત કરી અને 31 માર્ચ સુધી મનાલીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મનાલી બજાર સહિત પલચાન પંચાયતે પણ બેઠક કરીને તમામ પર્યટન ગતિવિધિઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પલચાન પ્રધાન સુંદર ઠાકુરે જણાવ્યું હતું કે, તમામ પાંચ ગામના લોકોએ પર્યટન ગતિવિધિઓને સર્વસહમતિથી બંધ કરવાનો નિર્ણય લીધો. મનાલીના મિની સચિવાલયમાં આયોજિત બેઠકમાં વેપારી મંડળ મનાલી, હોટેલ એસોસિએશન, એચપી ટ્રાવેલ એસોસિએશન, હોમ સેટ, બીએન્ડબી, હિમાચલ ટેક્સ યુનિયન, ઓટો યુનિયન, જીપ યુનિયન, વોલ્વો યુનિયન, લક્ઝરી યુનિયન, કોટ બૂટ યુનિયન, પંચાયતોના પ્રધાન, નેપાળી એકતા સમાજના અધ્યક્ષ સાયલા લામા સહિત સમસ્ત વ્યવસાય સાથે સંકળાયેલા એસોસિએશનના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

એસડીએમ મનાલી રમન ઘરસંગીએ જણાવ્યું હતું કે, તમામ એસોસિએશનની સહમતિથી સોમવારથી મનાલી શહેર સહિત સમસ્ત પર્યટન ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જરૂરી સામાનના દુકાનદારોને દુકાનની આગળ ફોન નંબર લખવા માટે કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડવા પર લોકો સામાન ખરીદી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp