ગુજરાતના યુવાનોને હિમાચલ પ્રદેશમાં પર્વતારોહણ કરવાની ઉત્તમ તક

PC: hltt.in

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઇન્ડિયન માઉન્ટેનિયરીંગ ફાઉન્ડેશન (IMF) દ્વારા હિમાચલ પ્રદેશમાં 6000થી 6500 મીટરની ઉંચાઇ સર કરવા પર્વતારોહણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જોડાવા માટે રાષ્ટ્રીય કક્ષાની માઉન્ટેનિયરીંગ સંસ્થામાંથી બેઝિક અને એડવાન્સ માઉન્ટેનિયરીંગનો કોર્સ કર્યો હોય તેવા પર્વતારોહકો અરજી કરી શકશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવાયું છે.

આગામી જુલાઇ-ઓગષ્ટ 2018માં અંદાજે 20 થી 25 દિવસ માટે હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતિ જિલ્લામાં આવેલા બારાશીગ્રી ગ્લેશીયર પર યોજાનાર આ પર્વતારોહણ અભિયાનમાં યુવાનોને 6000થી 6500 મીટરની ઉંચાઇ સર કરવાની ઉત્તમ તક મળશે. જેના માટે IMF દ્વારા અંદાજે 20 જેટલા યુવક-યુવતીઓને પસંદ કરવામાં આવશે. ટેક્નિકલ તજજ્ઞ તથા સાધનો આઇ.એમ.એફ. દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા પર્વતારોહકોએ દૈનિક રૂા.3500 પ્રમાણે ફી ચૂકવવાની રહેશે, તેમજ પોતાની જવાબદારી અને જોખમે જવાનું રહેશે. સફળ યુવાનોને અભિયાન પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા થયેલ ખર્ચના આર્થિક પુરસ્કાર માટે સહાય આપવા વિચારણા કરવામાં આવશે, તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp