સ્વિટ્ઝર્લેન્ડની આ વાતો તમે 100% નહીં જાણતા હોવ

PC: worldtravelguide.net

માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નહીં પરંતુ બીજી ઘણી રીતે સ્વિટ્ઝર્લેન્ડ દુનિયાના અન્ય દેશોથી અલગ છે. અહીંના કાયદા-કાનૂન પણ અલગ છે. જ્યાં દુનિયાના અન્ય દેશોમાં લાંચ આપવા અને લેવાને ગેરકાનૂની માનવામાં આવે છે, ત્યાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેને માન્ય ગણવામાં આવે છે. અહીં હથિયાર સંબંધિત કાયદાઓ પણ ઘણા નરમ છે. તો ચાલો જોઈ લઈએ સ્વિટ્ઝર્લેન્ડ સાથે જોડાયેલી આવી અજાણી વાતો અંગે...

સ્વિટ્ઝર્લેન્ડમાં કોઈ રાષ્ટ્રપતિ નથી અને અહીં કોઈ શહેરને તેની રાજધાની પણ બનાવવામાં આવી નથી છત્તાં અહીં ચાર ભાષાઓને માન્યતા મળી છે. નાગરિકોને સાંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કોઈ પણ કાયદાને રદ્દ કરવાનો અધિકાર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં આજ સુધી કોઈ વંશીય હિંસા થઈ નથી.

જ્યાં લોકો માટે સૈન્ય સેવા અનિવાર્ય છે અને જે 18 વર્ષની ઉંમર થવાની સાથે જ શરૂ થઈ જાય છે. પુરુષ વસ્તીનો મોટા ભાગના પુરુષો રીઝર્વ આર્મીમાં છે. એટલા માટે તેઓ ઘરે હથિયાર રાખે છે, જેથી કોઈ પણ સમયે તેનો ઉપયોગ કરી શકે. દેશમાં આશરે 80 લાખ લોકો છે અને તેમની પાસે અંદાજે 40 લાખ બંદૂકો છે. અહીં દર બીજા વ્યક્તિ પાસે બંદૂક છે. આમ તો સ્વિટ્ઝર્લેન્ડમાં દુનિયામાં સૌથી ઓછા અપરાધ થાય છે અને અહીં રાતના 10 વાગ્યા સુધી જ દારૂ વેચવાની પરવાનગી છે.

તમે જાણીને હેરાન થઈ જશો કે સ્વિટ્ઝર્લેન્ડમાં લાંચ લેવી અને આપવી સંપુર્ણ રીતે કાનૂની છે. સ્વિટ્ઝર્લેન્ડમાં કંઈક ખાસ સેવાઓ માટે પૈસા આપવા-લેવામાં આવે છે.

સ્વિટ્ઝર્લેન્ડમાં ઝડપી ગાડી ચલાવવા પર વ્યક્તિની આવક પ્રમાણે દંડ કરવામાં આવે છે. જો સરેરશા આવકવાળા વ્યક્તિને 100 યુરોનો દંડ કરવામાં આવે છે, જ્યારે અરબપતિઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના બર્નમાં દર વર્ષે ટોબ્લેરોનનું આશરે 70 લાખ વખત ઉત્પાદન કરવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp