ઈ-વિઝાની સુવિધાને પગલે વિદેશીઓની સંખ્યામાં વધારો, સરકારે કરી 990 કરોડની કમાણી

PC: vietnamnews.vn

સરકાર દ્વારા ઈ-વિઝાની પ્રક્રિયાને સરળ બનાવાતા દેશમાં વિદેશીઓ આવવાની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં ઘણો વધારો નોંધાયો છે. જેને કારણે મળતી વિઝા ફીને કારણે સરકારી ખાતામાં 990 કરોડ રૂપિયા આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 18.78 લાખ વિદેશીઓ ભારત આવ્યા. ગત વર્ષે ભારત આવનારા વિદેશીઓની સંખ્યા 17 લાખ હતી. તે અગાઉના વર્ષોમાં દેશમાં વિદેશીઓની સંખ્યા માંડ 4થી 5 લાખની આસપાસ રહેતી હતી.

મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે, ઈ-વિઝાની સુવિધાનો લાભ 166 દેશોનાં નાગરિક 26 એરપોર્ટ અને 5 બંદરગાહો પરથી લઈ શકે છે. મોટી સંખ્યામાં આવનારા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા પ્રવાસીઓની છે. ત્યારબાદ વેપારીઓ અને સારવાર માટે આવનારા વિદેશીઓની સંખ્યા પણ વધુ છે.

સરકારના જણાવ્યા અનુસાર, ભારત આવવા સંબંધી નિયમો સરળ બનાવવાને કારણે વિદેશીઓના આવવાની સંખ્યામાં વધારોય થયો છે. મંત્રાલયના આંકડાઓ અનુસાર, આ વર્ષે ઈ-વિઝા સુવિધા મારફત સૌથી વધુ 2.92 લાખ બ્રિટિશ નાગરિક ભારત આવ્યા. ત્યારબાદ, 2.21 લાખ અમેરિકનો ભારત પહોંચ્યા. ત્રીજા નંબર પર ચીન 1.27 લાખ અને 1.07 લાખ ફ્રાન્સિસ તેમજ 89 હજાર જર્મનીના નાગરિકો ભારત આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp