હવાઇ યાત્રીઓ માટે સારા સમાચાર, સરકારે નવું પેસેન્જર ચાર્ટર બહાર પાડ્યું

PC: zeebiz.com

જો હવે હવાઇ યાત્રા કરનારા યાત્રીઓ ટિકિટ બુક કરવાના દિવસે જ રદ કરે તો તેને ટિકિટની પુરી રકમ પરત મળી શકશે. બેગ ગુમ થવાની સ્થિતિમાં પણ યાત્રીઓને પહેલા કરતા વધારે વળતર આપવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ સંબંધે બુધવારે નવો પેસેન્જર ચાર્ટર તૈયાર કર્યો છે.

જો કે, પેસેન્જર યાત્રાથી એક સપ્તાહ પહેલા ટિકિટ બુક કરાવે છે તો તેમની પાસે ઝીરો કેન્સિલેશન ચાર્જ કાપવામાં નહીં આવે. એવામાં પેસેન્જરે એરલાઇન કંપનીના કેન્સિલેશન ચાર્જ ઉપરાંત ફ્યુલ સરચાર્જના પૈસા કપાશે, પરંતુ ટિકિટ પર લાગનારો ટેક્સ, યુઝર ડેવલોપમેન્ટ ફી, એરપોર્ટ ડેવલપમેન્ટ ફી અને પેસેન્જર સર્વિસ ફી વગેરે પરત કરી દેવામાં આવશે.

હાલમાં ટિકિટ બુક કરાવ્યાના તુરંત બાદ કેન્સલ કરવા પર એરલાઇન કંપની 3000 થી 4500 રૂપિયા કાપી રહી છે. યાત્રીઓની માગ છે કે ટિકિટ કેન્સલ કર્યા બાદ તેની પાસેથી ડેવલોપમેન્ટ ફી અને પેસેન્જર સર્વિસ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે જે પરત કરવામાં આવે. લોકોની આ માગને સરકારે માન્ય રાખી છે. સરકારે આ જોગવાઇ નવા ચાર્ટરમાં કરી છે.

બેગેજ ચાર્જમાં નવા ચાર્ટર પ્રમાણે યાત્રીઓને 350 રૂ. પ્રતિ કિલોના હિસાબથી 20000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. પહેલા આ દર 200 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી મહત્તમ 10000 રૂપિયા હતું. ફ્લાઇટ ટેક ઓફના 24 કલાક પહેલા જો ફ્લાઇટ કેન્સલ થાય તો પેસેન્જરને બીજી ફ્લાઇટ અથવા ટિકિટની પૂરી રકમ પરત કરવામાં આવશે. આ પહેલા આ નિયમ હેઠળ 10 હજાર રૂપિયાનું વળતર અને ટિકિટનું રિફંડ મળતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp