26th January selfie contest

GTU ભણાવશે ટૂરિઝમનો કોર્સ મફત, સર્ટિફિકેટ પણ આપશે, આ છે લાયકાત

PC: khabarchhe.com

પ્રવાસન ક્ષેત્રની જરૂર ક્યાં નથી પડતી. સમગ્ર વિશ્વમાં લોકો પરિભ્રમણ માટે જતાં હોય છે. ભારતમાં એવાં હજારો પ્રવાસન સ્થળો છે કે જ્યાં રોડના લાખો લોકો પ્રવાસ કરવા જતા હોય છે. ગુજરાતમાં પણ પ્રવાસન સ્થળોની સંખ્યા વધતી જાય છે પરંતુ પ્રવાસીઓને ગાઇડ કરવા માટેની સુવિધા મર્યાદિત છે. હવે ગુજરાતી યુવાનો બહારના પ્રવાસીઓને ગાઇડ કરી શકશે.

આવી સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નિરંતર શિક્ષણ કેન્દ્ર (સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશન) દ્વારા શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આગામી 25 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી 15 દિવસ માટેના સર્ટીફીકેટ કોર્સ ઈન ફ્રન્ટ ડેસ્ક એસોસિએટ અને સર્ટીફીકેટ કોર્સ ઈન ટ્રાવેલ કન્સલ્ટન્ટ જેવા બે કોર્સ ઓફલાઈન શરૂ કરવામાં આવશે.

આ કોર્સ ગુજરાતના યુવાનો માટે કૌશલ્ય વિકાસની સાથે રોજગારની તકો પૂરી પાડશે. ઉપરોક્ત કોર્સની તાલીમ પામેલા ઉમેદવારો ઓફિસમાં રીસેપ્શનીસ્ટ અને વિવિધ સ્થળોની મુલાકાતે આવતા ટુરિસ્ટ સાથે સુસંગતતા તથા તેઓને ટુરિસ્ટ સ્પોટ્સની જરૂરી માહિતી પૂરી પાડવા માટે મદદરૂપ થઇ શકશે.

ઉપરોક્ત કોર્સમાં રોજગારની તકો રહેલી હોવાથી જીટીયુ દ્વારા આ પ્રકારના કોર્સ શરૂ કરીને વિદ્યાર્થીઓને રોજગારીની વિશેષ તકો મેળવવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે 15 દિવસીય કોર્સ ચલાવવામાં આવશે. આ કોર્સ માટે લધુત્તમ શિક્ષણ 10 પાસ હોવું જરૂરી છેઆ બન્ને કોર્સને ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા છેજેથી ઉમેદવારોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ બંને કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને જીટીયુ અને ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન લીમીટેનું સંયુક્ત સર્ટીફીકેટ આપવામાં આવશે.

બન્ને કોર્સના વાસ્તવિક મુદ્દાઓની તથા રોજગારલક્ષી તાલીમ જાણીતા નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. જેમાં દરેક બેચ દીઠ 50 વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા રહેશેતથા અભ્યાસક્રમના અંતે પ્લેસમેન્ટની બહોળી તકો છે. પ્રાથમિક ધોરણે આ તમામ કોર્સ અમદાવાદ જીટીયુ ચાંદખેડા ખાતે શરૂ કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp