સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા યુવાનો માટે ‘નેશનલ એડવેન્ચર ફેસ્ટીવલ 2020’ યોજાશે

PC: google.com

ટ્રેકીંગ, રોડ ક્લાઇમ્બીંગ, રીવર રાફ્ટીંગ, રેપ્લીંગ, સ્નો સ્ક્રીઇંગ, રાઇફલ શુટીંગ, આર્ચરી, કાયાકીંન્ગ, સ્વીમીંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા રાજ્યના સાહસિક યુવક-યુવતીઓ માટે ચંદીગઢ ખાતે ‘નેશનલ એડવેન્ચર ફેસ્ટીવલ 2020’ નું આયોજન કરવામાં આવ્યું છે.

વિનામૂલ્યે યોજાનાર આ નેશનલ એડવેન્ચર ફેસ્ટીવલમાં જોડાવા માટે 15 થી 29 વર્ષની ઉંમર ધરાવતા યુવક-યુવતીઓ અરજી કરી શકશે. જેમાં કુલ-20 યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવશે. આ માટે અરજીનો નિયત નમૂનો કચેરીની વેબસાઇટ http://commi-synca.gujarat.gov.in/application-forms પરથી મેળવી શકાશે. જેમાં અરજીપત્રક, ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, મેડીકલ સર્ટીફિકેટ, એડવેન્ચર પ્રવૃત્તિઓના પ્રમાણપત્રો, વાલીનું સંમતિપત્રક, પોતાના જોખમો અંગેનું બાંહેધરી પત્રક સાથે જોડવાનું રહેશે.

આ અંગેની અરજી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.11/3જો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે આગામી તા. 15 ડિસેમ્બર 2019 સુધીમાં મોકલી આપવાનું રહેશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp