પાકિસ્તાનમાં પણ ઉજવાશે હોળી, જાણો અન્ય કયા દેશમાં કઈ રીતે મનાવાય છે હોળી

PC: khabarchhe.com

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ભલે કડવાશ આવી ગઈ છે. પરંતુ સંબંધોમાં આવેલી આ ખટાશની અસર હોળીના તહેવાર પર નથી પડી. તેનું કારણ છે ત્યાં રહેતા હિંદુઓ. પાકિસ્તાનમાં આશરે 2 ટકા વસતી હિંદુઓની છે, જેમાંથી મોટાભાગના સિંધ પ્રાંતમાં રહે છે. પહેલા હોળીના દિવસે રજા નહોતી પડતી, પરંતુ લાંબા સમય સુધી હોળી પર રજાની માંગણી કર્યા બાદ સરકારે હોળીની રજા મંજૂર કરી છે. 2016માં પાકિસ્તાની સરકારે માત્ર એ જ જગ્યાઓ પર હોળીની રજા મંજૂર કરી છે, જ્યાં હિંદુઓની વસતી વધારે છે. કારણ કે હોળીએ હિંદુઓનો તહેવાર છે. ઘણીવાર તો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના દીકરા તેમજ વર્તમાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના મુખિયા બિલાવલ ભુટ્ટો પણ હોળીના અવસરે હિંદુ ભાઈઓ સાથે હોળી રમતા હતા. પાકિસ્તાન ઉપરાંત, અન્ય ઘણા દેશોમાં હોળી મનાવવામાં આવે છે. પરંતુ તમામ દેશોમાં તેના નામ અને તેની ઉજવણીની રીત અલગ-અલગ છે. તો ચાલો તમે પણ જાણી લો કે કયા દેશમાં હોળીને કયા નામથી ઓળખવામાં આવે છે અને તેને કઈ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે.

Boryeong Mud Festival: હોળીની જેમજ દક્ષિણ કોરિયામાં બોરીયોંગ મડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તે દર વર્ષે જુલાઈ મહિનામાં મનાવવામાં આવે છે. આ તહેવારની ઉજવણીમાં લોકો એકબીજા પર માટી લગાવે છે અને કાદવ ફેંકે છે.

La Tomatina: લા ટોમાટીનો સ્પેનમાં ઉજવાતો તહેવાર છે. સ્પેનમાં ઓગસ્ટ મહિનામાં આ તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. તેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. લોકો એકબીજા પર ટામેટા ફેંકીને આ તહેવારની ઉજવણી કરે છે. ઘણી બોલિવુડ ફિલ્મોમાં તે દર્શાવવામાં આવ્યુ છે.

Songkran: નવા વર્ષ પર થાઈલેન્ડમાં સોંગક્રન નામનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીની જેમત જ તેમાં રંગબેરંગી પિચકારીઓથી એકબીજા પર પાણી ફેંકવામાં આવે છે. તે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર પર લોકો ઠંડુ પાણી ફેંકીને નવા વર્ષનું સ્વાગત કરે છે. આ વખતે તે 13 અને 15 એપ્રિલે ઉજવવામાં આવશે.

Haro Wine Festival: સ્પેનમાં હારો વાઈન ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલ દરમાયન માત્ર લોકો શરાબનો લુફ્ત લે છે સાથો-સાથ એકબીજા પર વાઈન ફેંકે પણ છે. આ વર્ષે તે 29 અને 30 જુને મનાવવામાં આવશે.

Cascamorras: સ્પેનમાં જ ઉજવવામાં આવતા આ તહેવારનો ઉદ્દેશ્ય ધાર્મિક છે. તેમાં લોકો પોતાના શરીરને કાળા રંગથી પેઇન્ટ કરે છે. તે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સેલિબ્રેટ કરવામાં આવે છે.

Orange Festival: ટોમેટિનો ફેસ્ટિવલની જેમ જ ઈટલીમાં બેટલ ઓફ ધ ઓરેંજ ફેસ્ટ મનાવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં યોજાતા આ ફેસ્ટિવલમાં લોકો એકબીજા પર સંતરા ફેંકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp