સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ હોય તો આ ધ્યાન રાખજો નહિતર મજા બગડી જશે

PC: khabarchhe.com

નર્મદા જિલ્લો પ્રવાસન માટે આકર્ષણ જમાવી રહ્યો છે. શાળાઓમાં વેકેશન પડતાં જ પ્રવાસન સ્થળો પર લોકો નીકળી રહ્યાં છે. લોકો પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુ પસંદ કરી રહ્યા છે. હાલમાં તાપમાન 42 ડિગ્રી હોવા છતાં પ્રવાસીઓ SOUને જ પસંદ કરી રહ્યા છે, જેના કારણે રોજના 20થી 25 હજાર પ્રવાસીઓ SOU પર આવી રહ્યાં છે. પરંતુ તમે પણ જો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો થોડો સમય રાહ જોવી સારો આઇડિયા રહેશે, કારણ કે અત્યારે એટલી ભીડ ત્યાં થઇ જાય છે કે, તમારી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મજા લેવી પણ બગડી જશે.

વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવા અનુમાનને લઈને SOU સત્તા મંડળે પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ વધારવામાં આવી છે, હાલ ઉનાળાની ઋતુ ચાલિ રહી છે અને ગુજરાતમાં પણ ગરમી નું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીથી પણ વધુ નોંધાયું છે ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે, જેનું કારણ અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. વેકેશન દરમ્યાન પ્રવાસીઓની સંખ્યા વધારો નોંધાશે એ માટે SOU તંત્ર સજ્જ છે. ગરમી બાદ આગામી ચોમાસામાં પણ જિલ્લા નું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠશે ત્યારે પ્રવસીઓમાં હજી પણ વધારો થશે જેને લઈને તમામ પ્રોજેકટમાં પ્રવાસીઓની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે ઓન લાઈન ટીકીટ બુકીંગની સાથે સાથે ઓફ લાઈન ટીકીટ કાઉન્ટર પણ ચાલુ કરવામાં આવ્યા છે, SOU પર આવતા પ્રવાસીઓને પણ હવે સ્થળ પરથીજ ટીકીટ મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp