26th January selfie contest

STની વોલ્વોમાં વધુ રૂપિયા ચૂકવી મુસાફરી કરો છો તો જાણી લો શું છે પોલમપોલ

PC: indiatimes.com

સામાન્ય એસ ટીની બસમાં મુસાફરી કરવી સલામત નથી. પણ હવે એસટીએ ઊંચા ભાડેથી લીધેલી ખાનગી વોલ્વો બસ પણ સલામત નથી. ડ્રાઈવરનો મેન ફ્રંટ વિન્ડોસ્ક્રીન ગ્લાસ લેમીનેટેડ હોવા જોઈએ, તેના બદલે ટફન ગ્લાસથી જોખમ ભરી મુસાફરી ખાનગી કંપનીઓ બસ ચલાવતી હોવાનું ગંભીર ગેરરીતિ તપાસમાં બહાર આવી છે. આવી કોન્ડુસ્કર ટ્રાવેલ્સની 21 બસમાં ખામી જણાઈ આવી હતી.

4 ફેબ્રુઆરી 2020ના રોજ એસટી પ્રિમિયમના વોલ્વો ઈન્ચાર્જ દ્વારા કોન્ડુંસ્કર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - 1 સ્ટુડન્ટ હાઉસ, કોચરબ, ચાર્ટેડ સ્પીડ પ્રા.લી. સરખેજ, આદિનાથ બલ્ક પ્રા.લી. માધુપુર કંપનીને નોટિસ આપી છે.

નોટિસમાં કહેવાયું છે કે, પ્રિમિયમ સર્વિસના વાહનોમાં મેન વિન્ડોસ્ક્રીન ગ્લાસ અંગે વાહનો તપાસતાં ખામીઓ જણાઈ આવી છે. ડ્રાઈવરના ફ્ંટના મેન વિન્ડોસ્ક્રીન ગ્લાસ લેમીનેટેડ હોવા જોઈએ. અકસ્માત સમયે તે તૂટે તો ગ્લાસ વેરાઈને ડ્રાઈવર સહિત કોઈને ઈજા ન કરે. પણ લેમીનેટેડ ગ્લાસ જણાયા નથી. તેના સ્થાને ટફનગ્લાસ વોલ્વોમાં નાંખવામાં આવેલા છે. તેથી 7 દિવસમાં તે બદલી નાંખવા.

જો નહીં બદલવામાં આવે તો ખામી જણાયેલા વાહનોનો કરાર રદ કરવામાં આવશે.

સવાલ એ છે કે તુરંત કેમ નહીં બદલવા એવો આદેશ કરવાના બદલે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.  વળી, આ 3 વોલ્વો બસમાં ગંભીર બેદરકારી જણાઈ છે. છતાં તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ખરેખર તો મુસાફરો અને ડ્રાઈવરના જાન જોખમમાં મૂકવા અને કરારની શરતોનો ભંગ કરવા બદલ સમગ્ર કરાર રદ કરીને તેમને મોટો દંડ કરવો જોઈતો હતો એમ એસટીના એક પ્રમાણિક અધિકારીએ જણાવ્યું હતું.

કોન્ડુસ્કર ટ્રાવેલ્સ પ્રા.લી.ની કેટલીક બસમાં જણાયેલી ખામી

20 જાન્યુઆરીએ કોન્ડુસ્કર ટ્રાવેલ્સ પ્રા.લી.ની 21 વોલ્વો બસની ટેકનિકલ બાબત એસ ટી દ્વારા અમદાવાદમાં તપાસમાં આવી હતી. જેમાં અનેક બસમાં આ પ્રમાણે ખામી જણાઈ હતી. જેમાં ગંભીર બાબત એ બહાર આવી હતી કે, વાહનોના ડોક્યુમેન્ટ જેમ કે ફીટનેશ સર્ટીફીકેટ, આરસી બુક, વોલીડ ઈન્સ્યોરંસ પોલીસી, પીયુસી બાબતો બસની તપાસ દરમિયાન આપવામાં આવ્યા ન હતા. તેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે જણાવાયું હતું.

14 પાના ભરીને આપેલો અહેવાલ ઘણો ચોંકાવનારો છે.

મોબાઈલ ચાર્જરના વાયર ઉપર સ્લીવ તેમજ ગ્રોમેટ લાગેલા નથી.

વાઈફાઈ કનેક્શન 12 મુસાફરો સુધી કનેક્ટ થાય છે.

રીયર હેચ સીલન્ટથી બંધ કરેલ છે

ફ્રંટ તેમજ રીયર હેચ સીલન્યથી ફીટ કરેલા છે.

સીટ નંબર 17 અને 18માં સીટના મોબાઈલ ચાર્જર પોઈન્ટ શોર્ટ છે.

ટેલો રીફ્લેક્ટીવ ટેપ ઝાંખી થઈ ગઈ છે.

વાઈફાઈ બંધ હાલતમાં છે.

ફોગ લેમ્પ બંધ.

ફ્રંટ ટીપ માર્કર બન્ને સાઈડ બંધ.

કંડક્ટર સાઈડ હેડલાઈટ બંધ.

વાયર આર્મ બ્લેડ એક જ છે.

ફ્રંટ વિન્ડોસ્ક્રીન ગ્લાસ ક્રેક છે.

ફ્રંટ ટોપ માર્કર બન્ને સાઈડ બંધ. રીયર ટીપ માર્કર બંધ.

વાયર આર્મ બ્લેડ એક જ છે.

ટાયર સહિત અનેક વસ્તુઓ ઘસાઈ ગઈ છે.

ડ્રાઈવર સાઈડની સાઈડ ઈન્ડીકેટર બંધ છે.

ડ્રાઈવર સાઈડની હેડ લાઈટ બંધ.

કંડક્ટર સાઈડની હેડ લાઈટ બંધ.

ડ્રાઈવર સાઈડની પાછળની સાઈડ લાઈડ બંધ.

લાઈટના કવર તુટેલા છે.

ટાઈયર ઘસાઈ ગયેલા છે.

કંડક્ટર સાઈડ પાછળના વ્હીલમનાં 2 નંગ વ્હીલ સ્ટડ લગાડેલા નથી.

બન્ને સાઈડ પ્રોક્ષી મીરર ગ્લાસ નથી.

ફંટ ટોપ માર્કર બન્ને બાજુ બંધ છે.

ઈન્ડીકેટર સાઈડ બંધ છે.

બેટરી બોક્ષ કવરનું લોક બંધ થતું નથી.

કંડ્ક્ટર સાઈડનું ડીકીનું હાઈક્રોલીક સ્પીન્ડલ કામ કરતું નથી.

ફોગ લાઈટ ગ્લાસ તુટી ગચેલા છે.

સ્પેર વ્હીલ નથી અને ટાયરમાં ખાડો પડી ગયો છે.

રીયર રૂટ બોર્ડ બંધ છે.

મડગાર્ડ રબર નિકળી ગયેલા છે.

ઈમરજન્સી ડોર લોક ખરાબ છે. તથા ડોર ખૂલતા નથી.

રીડીંગ લાઈટ બંધ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp