
ઈન્ડિયાની પહેલી પ્રાઇવેટ ટ્રેનનું સંચાલન શરૂ થઈ ગયુ છે. આ ટ્રેનને કોઇમ્બતૂરથી લીલી ઝંડી દેખાડીને શિરડી સુધી મોકલવામાં આવી છે. ભારત ગૌરવ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ટ્રેનમાં અંદાજે 1500 લોકો મુસાફરી કરી શકશે.
ભારત યોજના હેઠળ ઈન્ડિયન રેલવેએ આ ટ્રેનને પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડરને બે વર્ષની લીઝ પર ટ્રેન આપી છે. આ ટ્રેન એક મહિનામાં ત્રણ વાર ચાલશે.
સાઉથ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર બી ગુગનેસન મુજબ આ ટ્રેન મંગળવારે કોઇમ્બતુર નોર્થથી સાંજે છ વાગ્ય ઉપડશે અને ગુરુવારે સવારે સાત વાગ્યે અને 25 મિનિટે શિરડી પહોંચશે. આ ટ્રેનમાં એક સાથે 1500 મુસાફરો સવારી કરી શકશે.
બી ગુગનેસને કહ્યુ કે રેલવેએ આ ટ્રેનન એક સર્વિસ પ્રોવાઇડરને બે વર્ષની લીઝ પર આપી છે. સર્વિસ પ્રોવાઇડરે આ ટ્રેનની સીટ તેમની મુજબ નવી બનાવી છે. દર મહિને ઓછામાં ઓછી ત્રણ વાર એને દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ એસી કોચની સાથે સ્લીપર કોચ સહિત 20 ડબ્બાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શિરડી પહોંચ્યા બાદ ટ્રેન એક દિવસનો બ્રેક લેશે. ત્યાર બાદ ટ્રેન સાંઇ નગર સ્ટેશની શુક્રવારે રિટર્ન થશે અને શનિવારે બપોરે બાર વાગ્યે કોઇમ્બતુર પહોંચશે. આ ટ્રેન શિરડી પહોંચે એ પહેલાં તિરુપુર, ઇરોડ, સેલમ જોલારપેટ, બેંગ્લોર, યેલહંકા, ધર્માવરા, મંત્રાલય રોડ અને વાડીમાં સ્ટોપ કરશે.
આ ટ્રેનનો ભાવ પણ રેલવે દ્વારા લેવામાં આવતી સામાન્ય ટ્રેન બરાબર જ છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને શિરડી સાંઈ બાબા મંદિરમાં દર્શન કરવા માટે વીઆઇપી સુવિધા પણ મળશે.
Tamil Nadu| India's first-ever private train service under Bharat Gaurav scheme flagged off yesterday from Coimbatore
— ANI (@ANI) June 15, 2022
It will depart from Coimbatore North on Tuesdays & arrive at Shirdi's Sai Nagar on Thursdays. 1500 people can travel on this: B Guganesan, CPRO Southern Railway pic.twitter.com/kbxXq9IWxk
ટ્રેનની હાઉસકીપિંગ સર્વિસ પણ પ્રોફેશનલ પ્રોવાઇડરને આપવામાં આવી છે, જે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન પણ સતત સાફ સફાઇ પર ધ્યાન રાખશે. ટ્રેનમાં ટ્રેડિશનલ શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ટ્રેનમાં રેલવે પુલિસની સાથે એક ટ્રેન કેપ્ટન, એક ડોક્ટર અને પ્રાઇવેટ સિક્યોરિટી ઓફિસર પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp