10 વર્ષમાં ભારત બનશે વર્લ્ડની ત્રીજી સૌથી મોટી ટુરિઝમ ઈકોનોમી

PC: rajasthancitydaytour.com

ભારત 2028મા વર્લ્ડની ત્રીજી અને સૌથી મોટી ટુરિઝમ ઈકોનોમી બની જશે. દેશની કુલ GDP અને ટુરિઝમમાં થનાર આવકના આંકડાઓના વિશ્લેષણના આધારે વર્લ્ડ ટ્રાવેલ અને ટુરિઝમ કાઉન્સિલે પોતાના આ રિપોર્ટમાં આ વાત કહી છે. ગુરુવારે વિશ્વ સ્તરે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવનાર 10 વર્ષમાં ભારત આ સેક્ટર દ્વારા રોજગારની 1 કરોડની નવી માગ ઉત્પન્ન કરશે. 2018મા ટુરિઝમમાં રોજગારની માગનો આંકડો 4.2 કરોડ છે, જે 2018મા વધીને 5.2 કરોડ થઈ જશે.

હાલ ભારતને દુનિયાની 7મી સૌથી મોટી ટુરિઝમ ઈકોનોમીનું સ્થાન આપતા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાથી સંભાવનાઓ વધી જશે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટીવ ગ્લોરીયા ગુએવારાએ જણાવ્યું હતું કે ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમને આગળ વધારવા માટે સૌથી વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવું જરૂરી છે. વૈશ્વિક કક્ષાએ ટુરિઝમ એક બિઝનેસ છે. ભારતના પૂર્વ અને પશ્ચિમના દેશની વાત કરીએ તો તેમણે એરપોર્ટ, બંદરો, હાઈ સ્પીડ રેલ અને રોજ નેટર્વક દ્વારા વર્લ્ડ લેવલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.

 

આ સાથે ભારતે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલે કેન્દ્ન સરકારની રીજનલ કનેક્ટીવિટી સ્કીમનો પણ સ્વીકાર કર્યો છે. આ સ્કીમ અંતર્ગત 350 એરપોર્ટ અને હવાઈ સ્થળોને ડેવલપ કરવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં નવા ક્રુઝ પોર્ટ તૈયાર કરવાના સરકારના નિર્ણય પર દેશને ક્રુઝ ડેસ્ટિનેશન બનાવવાની દિશામાં કરાર આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp