ભારતીય રેલવે આ ટ્રેનોમાં શરૂ કરશે મસાજની સર્વિસ, લાગશે આટલો ચાર્જ

PC: energyinfrapost.com

ભારતીય રેલવે લાંબા સફરમાં યાત્રીઓને આરામ આપવા માટે રેલવે સતત સુવિધાઓમાં વધારો કરી રહી છે. ચાલતી ટ્રેનમાં રેસ્ટોરન્ટમાં ખાવાનો આનંદ હોય કે પછી વંદે ભારત જેવી ટ્રેનોમાં વિમાન જેવી સુવિધા આપવામાં આવી રહી છે. આ કડીમાં રેલવેએ હવે અનોખી પહેલ શરૂ કરી છે. હવે ચાલતી ટ્રેનમાં રેલવે યાત્રી મસાજનો ફાયદો ઉઠાવી શકશે. ઇન્દોરથી ચાલનારી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ થશે.

મંડળ રેલ પ્રબંધક આરએન સુનકરનું માનવું છે કે આ યાત્રીઓની સુવિધા સાથે રેલવેનું પ્રતિ વર્ષ લગભગ 20 લાખ રૂપિયાની વધારાની આવક થશે. અને સાથે વધારાની 90 લાખ રૂપિયાની ટિકિટોનું પણ વેચાણ થશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, શુક્રવારે રતલામ મંડળના ન્યુ ઇનોવેટીવ નોન ફેયર રેવન્યુ આઇડિયાધ સ્કીમ હેઠળ આ યોજના જાહેર કરવામાં આવી હતી.

પ્રાથમિક ધોરણે આ સેવા ઇન્દોરથી ચાલતી વિભિન્ન 39 ટ્રેનોમાં મળશે. આના હેઠળ દરેક ગાડીમાં બે તાલીમબદ્ધ મસાજર ચાલશે. આ સેવાનું શુલ્ક માત્ર 100 રૂપિયા રાખવામાં આવ્યું છે. આના ફોન નંબર TTE અને કોચમાં ઉપલબ્ધ કરવામાં આવશે. જરૂર પડવા પર યાત્રી ફોન કરીને મસાજરને બતાવવામાં આવેલા બર્થ પર પહોંચીને યાત્રીને હેડ કે ફૂટ મસાજ આપશે. આનો સુવિઘા સવારે છથી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

રેલવેના સૂત્રો અનુસાર, રેલવેએ પહેલી વખત યાત્રીઓને આ પ્રકારની સુવિઘા આપવાની યોજના બનાવી છે. ઇન્દોરની ટ્રેનોમાં આ પ્રયોગ સફળ થાય તો અન્ય સ્ટેશન રતલામ અને ઉજ્જૈનની ટ્રેનોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp