સર્વેઃ કોરોના બાદ ફરવા માટે આ જગ્યાએ જવા માગે છે ભારતીયો

PC: icmedonline.com

કોરોનાના કારણે હાલ આખી દુનિયામાં લોકડાઉન ચાલી રહ્યું છે. પોતાના દેશમાં ટ્રેન, પ્લેન, મેટ્રો જેવી તમામ સર્વિસ બંધ છે. આવી જ પરિસ્થિતિ બીજા દેશોની પણ છે, પરંતુ ડર હોવા છતા લોકોની ફરવાની ઈચ્છા ઓછી નથી થઈ. એક સર્વેમાં લોકોએ જણાવ્યું કે, કોરોના સંકટ બાદ ભારતીયો દેશ અને વિદેશમાં ક્યાં-ક્યાં ફરવા જવા ઈચ્છે છે. આ સર્વે અનુસાર, દેશની અંદર મુંબઈ અને દેશની બહાર દુબઈ ફરવા માટેની પહેલી મનપસંદ જગ્યા છે. વાત જો મુંબઈની કરીએ તો ભારતમાં કોરોનાની સૌથી ખરાબ અસર આ જ શહેર પર થઈ છે.

મુંબઈ

આ સર્વે અનુસાર, મુંબઈ પહેલા નંબર પર આવે છે. મુંબઈ દેશની આર્થિક રાજધીની છે. તે ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલું છે. અહીં આખુ વર્ષ મૌસમ લગભગ એક જેવું જ રહે છે. મુંબઈમાં વેસ્ટર્ન ઘાટ તરફ જઈએ તો ગજબની પ્રાકૃતિક સુંદરતા તમને જોવા મળશે.

ગોવા

દેશમાં ફરવા માટેના મનપસંદ સ્થળોમાં ગોવા બીજા નંબર પર અને ત્યારબાદ દિલ્હી, લોનાવલા અને બેંગ્લોરનો નંબર આવે છે. ગોવામાં દર વર્ષે લાખો લોકો પહોંચે છે અને અહીંની સુંદરતાને કેમેરા અને પોતાની આંખોમાં કેદ કરે છે. ગોવાની કમાણીમાં પર્યટનનો ખૂબ જ મોટો હિસ્સો છે.

બુર્જ ખલીફા

ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં દુબઈ પહેલા નંબર પર છે. દુબઈ હંમેશાંથી જ ફરનારાઓની મનપસંદ જગ્યા રહી છે. અહીં આખી દુનિયામાંથી લોકો ફરવા માટે આવે છે. અહીંની ઈકોનોમીમાં ટૂરિઝમનું ખૂબ જ મોટું યોગદાન છે. દુબઈમાં ફરવા માટે એ બધુ જ છે, જેની માત્ર આપણે કલ્પના જ કરી શકીએ છીએ.

લંડન

ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બીજા નંબર પર બાલી, ત્યારબાદ બેંગકોક (થાઈલેન્ડ), ઈસ્તાંબુલ (તુર્કી), લંડન (ઈંગ્લેન્ડ)નો નંબર આવે છે. બાલી અને બેંગકોક ભારતની ખૂબ જ નજીક છે અને ઓછાં પૈસામાં વિદેશની યાત્રા પણ કરી શકાય છે. આથી દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીયો બાલી અને બેંગકોક જાય છે.

લોકડાઉન દરમિયાન કરવામાં આવેલા આ સર્વેમાં લોકોની વિચારસરણી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોરોના સામે સુરક્ષા લોકોની પહેલી પ્રાથમિકતા બની ગઈ છે. તેમ છતા લોકોએ જે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી છે તે ખરેખર વખાણવાલાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp