કોરોના પછી ભારતની આ જગ્યા બની કપલ માટે હનીમૂન ડેસ્ટીનેશન, જુઓ Photos

PC: indianholiday.com

જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષની સાથે સુંદર બરફવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. બરફની ચાદર ઓઢીને બેઠેલું કાશ્મીર અત્યારે કોઈ વન્ડરલેન્ડમાં ફરેવાઈ ગયું છે. ભારે બરફવર્ષાથી જરરૂ થોડી મુશ્કેલીઓ વધી છે પરંતુ કોરોના સંકટને લીધે ઠપ્પ પડેલી ટુરીઝમ ઈન્ડ્સ્ટ્રીને તેનો ઘણો ફાયદો મળ્યો છે. પ્રવાસીઓના આવવાથી કાશ્મીર ઘાટીને ખરીથી તેનો રોમાંચ મળી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)

તેવામાં હાલમાં જ લગ્ન કરનાર કપલ્સ કોરોનાને લીધએ બહાર ન જઈ શકવાને લીધે કાશ્મીર પર પોતાની પહેલી પસંદ ઉતારી રહ્યા છે. પછી તે સામાન્ય લોકો હોય કે બોલિવુડ સેલિબ્રિટીઝ. દરેક લોકો શિયાળાની મજા માણવા માટે કાશ્મીર તરફ દોટ મૂકી રહ્યા છે. કાશ્મીરમાં વેકેશન પર આવનારા મોટાભાગના યંગ હનીમૂન કપલ્સ જ છે. મહારાષ્ટ્રથી હનીમૂન સેલિબ્રેટ કરવા માટે આવેલા ઋષભ અને અમીએ કહ્યું છે કે તેઓ અહીં આવીને ઘણા ખુશ છે. તેઓ પોતાના સંબંધીઓના કહેવાથી ગુલમાર્ગ આવ્યા હતા.

દરેક લોકો કાશ્મીરના લોકોની મહેમાન નવાઝીથી એકદમ ખુશ છે, તેમાં વળી છેલ્લા કેટલાંક દિવસથી બરફ પડવાને લીધે કાશ્મીરની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને જોઈને લોકો બહાર જવાનું ભૂલી જાય તેમ છે. કાશ્મીરમાં ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં કપલ્સ એકબીજા સાથે સમય પસાર કરી શકે છે. તેમાં સૌથી પહેલા નબંરે ગુલમાર્ગ આવે છે, પછી શ્રીનગરનું દાલ સરોવર આવે છે.

તે સિવાય પણ આજુબાજુની એવી ઓફબીટ જગ્યાઓ છે જ્યાં તમે કાશ્મીરની સુંદરતાની ભરપૂર મજા માણી શકો છો. હનીમૂન કપલ્સની સાથે અમુક એવા લોકો છે જેઓ પોતા-ના લગ્ન પહેલાનું પ્રિ-વેડિંગ  શૂટ અહીં કરાવવા માટે આવ્યા છે. તે સિવાય કોવિડ-19ને લીધે છેલ્લા 8-10 મહિનાથી પોત પોતાના ઘરમાં રહેવાને લીધે લોકો પરિવાર સાથે પણ કાશ્મીરની મજા માણવા આવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

જે લોકો વર્ષમાં એક ફેમિલી ટુર કરતા હોય છે તેઓ 2020માં કશે ન જઈ શકવાને લીધે 2021ની શરૂઆતમાં યુરોપ જેવી જગ્યાએ જવા માગતા હશે પરંતુ તે શક્ય ન હોવાને લીધે લોકો કાશ્મીર અને ઉત્તરાખંડ પર પોતાની પસંદ ઢોળી રહ્યા છે. કાશ્મીરની મોટાભાગની તમામ હોટેલો કોવિડ-19ના પ્રોટોકોલનો સંપૂર્ણપણે પાલન કરતી જોવા મળે છે. આથી લોકોએ ટેન્શન લીધા વગર દુનિયાના જન્નતની મજા માણવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp