જાનમાં લઇ જવા એસટી બસ બોલાવાના હો તો પહેલા કિલોમીટર ચેક કરી લેજો

PC: youtube.com

ચાલુ વર્ષમાં ST નિગમની બસના અકસ્માતના કારણે 105 લોકોના મોત થયા છે. ગુજરાતની પ્રજાને સારી બસ સેવા મળે તે માટે સરકારે રૂ.906 કરોડ 2018-19માં આપ્યા હતા. તેમ છતાં ભંગાર થઈ ગયેલી જૂની બસો દોડાવવામાં આવી રહી છે.

900 કરોડમાંથી 50 લાખની કિંમતની 18000 નવી બસો ખરીદી કરી શકાય છે છતાં ખરીદવામાં આવતી નથી. ST પાસે હાલ 8508 બસો છે જેમાંથી 2342 બસ કિલોમીટર પૂરા કરી ચૂકી છે. 28 ટકા બસ નકામી છે. 8 લાખ કિલોમીટર રસ્તા પર ચાલી હોય તેને ભંગાર બનાવાય છે.

ભંગાર એન્જીન ધરાવતી અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવી 2342 બસોમાં 6.75 લાખ મુસાફરો રોજ મુસાફરી કરી રહ્યાં છે. તહેવારોમાં આ સંખ્યા 7 લાખ થઈ જાય છે.

જૂનાગઢ અને નડિયાદની ડેપોમાં તો 37.36 ટકા બસ સાવ નકામી છે.  

લગ્નમાં સરકારની છેતરપીંડી

લગ્ન પ્રસંગમાં જાનમાં જવાનું કોને ન ગમે. પણ જો લગ્ન પ્રસંગ માટે STની સસ્તી બસ સેવા જે ખાસ જાન જોડવા માટે શરૂ કરાઇ છે. બસ પણ અકસ્માત સર્જી શકે છે. કારણકે સરકારે આ સસ્તી બસ સેવા માટે ફાળવેલી બસના કિલોમીટર પૂરા થઇ ચૂક્યા છે. સરકાર જાન માટે રૂ.1200માં બસ આપે છે તે જૂની હોય છે.

ગરીબોની મજાક

ગરીબ અને સામાન્ય પરિવાર પણ સલામત રીતે જાન જોડે તેવા હેતુસર સરકારે લગ્ન પ્રસંગ માટે શરૂ કરી હતી સસ્તા દરની સેવા પણ સસ્તાની આ સ્કિમની વરવી વાસ્તવિક્તા એ છે કે આખા રાજ્યમાં આપવામા આવેલી 126 બસ એવી છે જેના કિલોમીટર પૂરા થઇ ચૂક્યા છે.

ભંગારવાડામાં લઈ જવાના સમયે તેમાં લગ્ન જેવા શુભ પ્રસંગો માટે જાન જોડવામા આવે ત્યારે અકસ્માત થાય તેવી પૂરી શકયતા છે.

સસ્તી સવારી સલામત સવારી

ભાવનગરના રંઘોડામાં ટ્રકમાં જતી જાનના ગમખ્વાર અકસ્માત બાદ રાજ્ય સરકારે જાન જોડવા માટે શરૂ કરેલી સસ્તી બસ સેવાની આરટીઆઇમાં બહાર આવેલી આ હકિકત ચોંકાવનારી છે. ત્યારે આ હકિકતથી ST બસની સસ્તી સવારીનું સુત્ર નિરર્થક સાબિત થાય છે.

બ્રેક ડાઉન થવાના કારણે લોકોની હાલાકી વધે છે. બસો રિપ્લેસ કરવા ST યુનિયનો સહિત અન્ય લોકોએ લાંબા સમયથી માગણી કરી હોવા છતાં નિગમના અધિકારીઓ વિશે ધ્યાન દેતા નથી.

અમદાવાદથી નાથદ્વારા, ઉદયપુર, નાકોડા, રાણકપુર, દ્વારકા, માઉન્ટ આબુ, ઝાલોર જેવા લાંબા રૂટ પર જે બસો દોડાવવામાં આવે છે તેમાંથી અનેક બસોના કિલોમીટર પૂરા થઈ ગયા છે. આવી બસો સ્ક્રેપ કરવાના બદલે સતત રોડ પર દોડાવવામાં આવી રહી છે. બ્રેક ડાઉન થતાં ડ્રાઈવરો કંડક્ટરો સાથે પેસેન્જરોની રકઝક પણ થાય છે.

એસ.ટી.નિગમની તમામ બસોને 8 લાખ કિલોમીટર દોડી ગયા બાદ સ્ક્રેપ કરવામાં આવતી હોય છે. તેના સારા પાર્ટ્સ કાઢીને ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીની તમામ વસ્તુઓને ભંગારમાં વેંચી દેવામાં આવે છે.

ગુજરાતમાં 3200 નવી બસો આપવાનું સરકારે જાહેરાત કરી હતી. પણ આપી નથી. એસ.ટી.માં દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરે છે. છતાં સરકારને ચિંતા નથી. ભલે વર્ષે 150 લોકો મોતને ભેટે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp