રાજકારણમાં એન્ટ્રી કરશે કંગના રણૌત? આ ટ્વીટથી કર્યો ઈશારો

PC: timesofindia.com

બોલિવુડની અભિનેત્રી કંગના રણૌતે તાજેતરમાં એક ટ્વીટ કરીને ઈશારો કર્યો કે, તે રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. ફિલ્મ 'મણિકર્ણિકા' સ્ટારે જણાવ્યું હતું કે દિવસે દિવસે એની વિરૂદ્ધમાં કેટલીક રાજકીય પાર્ટીઓ એકઠી થઈ રહી છે. એની પર દરરોજ નવા નવા કેસ લગાવવામાં આવી રહ્યા છે. એની સામે તે એકલી જ આ લડાઈ લડી રહી છે.

પોતાની વાત યથાવત રાખતા તેમણે કહ્યું હતું કે, એનો એક માત્ર પ્રેમ એક્ટિંગ છે. પણ જો આવું જ ચાલતું રહ્યું તો તો કદાચ....કંગનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, વધુ એક દિવસ, વધુ એક કેસ, ઘણા રાજકીય પક્ષો મારામાં રોકાણ કરી રહ્યા છે. જાણે હું કોઈ મંત્રી હોવ. દરરોજ મને એક રાજનેતાની જેમ ઘેરી લેવામાં આવે છે. કાયદાકીય લડાઈ અને વિરોધ એ પણ વગર કોઈ રાજનેતાની જેમ મળતા સમર્થન સપોર્ટ સિસ્ટમ અંતર્ગત. પણ મારો એક માત્ર પ્રેમ સિનેમા છે પણ કદાચ....આ પહેલા કંગના સામે ફાઈલ થયેલા કેસમાં દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીની લીંક અંગે ખુલાસો થયો છે.

કંગના રણૌત, રાવ સાહેબ દાનવે, ભાજપના સાંસદ રવિ કિશન, મનોજ તીવારી અને રમેશ બિધુરી સામે કેટલાક ખેડૂતોએ માનહાનિનો કેસ કર્યો હતો. જોકે, બાદમાં ખેડૂતોમાંથી કેટલાક લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પર કોમેન્ટ કરતા કંગનાએ આ વાત કહી હતી. આ પહેલા તેણે તાપસી પન્નુ પર કોમેન્ટ કરી હતી. જેને લઈને લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. તાજેતરમાં ફેન કલબે અભિનેત્રી તાપસી પન્નુની એક તસવીર પોસ્ટ કરીને આ વાત કહી હતી.

 

તેમણે કહ્યું હતું કે, તેમણે કંગના રણૌતની એક સ્ટાઈલ કોપી કરી છે. જેના પર કંગનાએ અભિનેત્રીને કોપીકેટ કહી હતી. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અનેક ચાહકોએ એના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગના આમ પણ કોઈને કોઈ વિવાદ સાથે ચર્ચામાં રહે છે. જ્યારથી એમની ઓફિસ જમીનદોસ્ત થઈ છે ત્યાર બાદ એ આક્રમક વલણ અપનાવી રહી છે. એમની ટ્વીટ અને નિવેદનોને કારણએ તે સતત બોલિવુડ કે અને અન્ય વિષયને લઈને ચર્ચામાં રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp