કચ્છના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, આ સિદ્ધિ મેળવનાર પહેલો કચ્છી બન્યો

PC: newswaali.com

કચ્છના એક યુવાને વિશ્વનો સૌથી ઊંચો પર્વત સર કરી પોતાનું નામ સોનેરી અક્ષરે ઇતિહાસમાં મુકાવ્યું છે. ભુજના યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કરી પોતાના માટે તો એક અનેરી સિદ્ધિ હાંસલ કરી જ છે પણ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી તરીકે હંમેશા હંમેશ માટે નામાંકીત થયા છે. થોડા સમય પહેલા જ હિમાલય પર્વતમાળાનો સૌથી કઠિન પહાડમાં નાડબલમ સર કર્યાના થોડા મહિનાઓમાં જ માઉન્ટ એવરેસ્ટ સર કરી કચ્છનું નામ રોશન કર્યું છે.

દરિયાઈ સપાટીથી 8848 મીટર એટલે કે 29 હજાર ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એવરેસ્ટ પર એક કચ્છીએ ઝંડો લહેરાવ્યો છે. વિશ્વભરમાંથી 50 લોકો આ સમિટ માટે સિલેક્ટ થયા હતા જેમાં ભારતમાંથી ફક્ત જતીન ચૌધરી એવરેસ્ટ શિખર પર પહોંચ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના પણ બાળપણથી જ કચ્છમાં વસેલા જતીને આ કપરૂં ચઢાણ પૂર્ણ કરીને શિખર પર પહોંચ્યા હતા.

બાળપણમાં ભુજના ભુજીયા ડુંગર પર ચડવાની ટેવે એવો તે રસ જમાવ્યો કે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતા જતીનભાઈએ પોતાની નોકરી મૂકી પર્વતારોહણ કરવાનું શરૂ કર્યું હતું. તો થોડા મહિનાઓ પહેલા જ જતીનભાઈ એ હિમાલય પર્વતમાળા પર ચઢાઈ માટે સૌથી કઠિન પર્વત લેખાતા અમા ડબલમ સર કર્યા બાદ જણાવ્યું હતું કે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઈચ્છા ધરાવે છે અને છ મહિનામાં જ તેમણે પોતાનું આ સપનું સાકાર કરી વિશ્વના ટોચે પહોંચનાર પહેલા કચ્છી બન્યા છે. ગુરૂવાર સવારે એવરેસ્ટની ટોચે પહોંચીને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો ધ્વજ લહેરાવ્યો હતો.

સાહસિક વ્યક્તિઓ જાનની પરવા કર્યા વિના પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી પડકારોનો સામનો કરતા હોય છે. આવા જ એક મૂળ ઉત્તરપ્રદેશના અને કચ્છને કર્મ ભૂમિ બનાવનારા ભુજના યુવાન જતિન રામસિંહ ચૌધરીએ 12 મેના 8848 મીટરની ઊંચાઈ જેટલું કપરું ચઢાણ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરી પરિવારની સાથેસાથે ક્ચ્છનું નામ રોશન કર્યું છે. નિવૃત્ત પી.એસ.આઈ. રામસિંહ ચોધરીના ૪૨ વર્ષીય પુત્ર જતિને ગત 14 એપ્રિલથી માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેમને લુક્લાથી બેઝ કેમ્પ સુધી પહોંચવામાં 10થી 15 દિવસનો સમય લાગ્યો હતો, ત્યારબાદ 9 મેના ફાઈનલ ચઢાણ શરૂ કરી ગુરુવારે સવારે એવરેસ્ટની ટોચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ધ્વજ લહેરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp