હિમાચલમાં બરફવર્ષા: રોહતાંગ પાસ પાસે 2000 પર્યટકો ફસાયા

PC: langimg.com

હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ પાસેના હાઇવે પર ભૂપ્રપાત થતાં 2000 પર્યટકો ફસાઇ ગયા છે. મનાલીથી મંડી માટે શુક્રવારે 1115 ગાડીઓ 4000 પર્યટકોને લઇને નીકળી હતી. આમાંથી અડઘી ગાડીઓ મનાલી જતી રહી છે પરંતુ બાકીની ગાડીઓ ભારે વરસાદ અને બરફવર્ષાના લીધે ફસાઇ ગઇ છે. રોહતાંગ પાસ બંધ હોવાના કારણે ગાડીઓને મંડીથી આગળ જવાની પરવાનગી મળી નથી.

પર્યટકો માટે બીજી સમસ્યા એ પણ છે કે બરફ ઝડપથી પીગળી રહ્યો છે જેને લીધે ભૂપ્રપાત થવાની આશંકા વધી રહી છે. પહાડો પરથી બરફ તૂટીને સીધે હાઇવે પર પડી રહ્યો છે જેને લીધે રસ્તાઓને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. સૂત્રો પ્રમાણે 500થી વઘુ ગાડીઓમાં 2000 પર્યટકો શુક્રવારે રાત્રે આઠ વાગ્યા સુધી ફસાયેલા રહ્યાં હતા.

મંડીમાં ભારે બરફવર્ષા શુક્રવાર રાત સુધી અવિરત ચાલી રહી હતી. બોર્ડર રોડ્ ઓર્ગેનાઇઝેશનની મશીનો રોહતાંગ પાસની આગળ બરફ હટાવવાની કામગીરીમાં લાગ્યાં છે. હાઇવે પરથી બરફ હટાવવાં માટે સ્થાનિક પ્રશાસન અર્થ મુવર મશીન લાવી રહી છે. શિમલામાં ભારે બરફવર્ષા બાદ ટ્રાફિકની સમસ્યા ઘેરી બની છે. ગાડીઓની લાંબી કતારો લાગી છે. જેને લીધે પર્યટકોના ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટ તંત્ર રસ્તા પરથી બરફ હટાવવા માટેની કામગીરીમાં લાગી પડ્યું છે અને આ કામગીરી શનિવાર સવાર સુધીમાં ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp