હજારો લોકો ભેગા થતા તંત્રએ ઝૂકવું પડ્યું, આ શરતો સાથે લીલી પરિક્રમા કરાશે

PC: khabarchhe.com

 

લીલી પરિક્રમા માટે હજારો લોકો જૂનાગઢ આવ્યા, લોકો બોલ્યા- નેતાઓને નથી નડતો કોરોના

કોરોનાની મહામારી સતત બીજા વર્ષે ગીરનારની લીલી પરિક્રમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, 400 સાધુ સંતો જ પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા કરીને પરંપરા જાળવશે. તો બીજી તરફ લીલી પરિક્રમાં કરવા માટે મોટી સંખ્યામાં લોકો જૂનાગઢમાં એકઠા થયા છે.

હજારો યાત્રિકો પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચ્યા હતા. પણ તેમને પરિક્રમા કરવા દેવાની મંજૂરી ન મળતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં રહેલા રોષને જોઈને વહીવટી તંત્ર દ્વારા પોલીસને આગળ કરી દેવામાં આવી છે. તેથી પોલીસ દ્વારા પરિક્રમામાં જતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોવાના પણ દૃશ્યો સામે આવે છે.

તંત્રના આ નિર્ણયને લઇને લોકો એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે મંત્રીઓની રેલીઓમાં લોકો ભેગા થાય છે ત્યારે કોરોના કોઈને નથી નડતો? ગીરનારની લીલી પરિક્રમાની લોકોને છૂટ ન હોવા છતાં પણ વહેલી સવારથી ગીરનાર તળેટીએ હજારો લોકો એકઠા થયા હતા.

તો પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને રસ્તા પર બેરીકેડ મૂકીને અટકાવામાં આવી રહ્યા છે. તો લોકોમાં રહેલા રોષને પગલે ગીરનાર તળેટી પર સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પણ જ્યારે લોકોમાં રહેલો રોષ ઉગ્ર બન્યો ત્યારે પોલીસ અધિકારી અને વન વિભાગના અધિકારીઓએ યાત્રિકોને સમજાવવામાં માટે તળેટી ખાતે પહોંચવું પડ્યું.

ભવનાથમાં એકઠા થયેલા હજારો લોકોએ એક જ માગણી કરી છે કે, પરિક્રમાના દરવાજા ખોલવામાં આવે. લોકો કહી રહ્યા છે કે, તંત્રને રાજકીય મેળાવળામાં કોરોના નડતો નથી પણ શ્રદ્ધાના કામમાં કોરોના નડે છે? લોકો પોલીસ અધિકારી અને વન વિભાગના અધિકારીઓને એક જ વાત કહી રહ્યા છે કે, જ્યાં સુધી પરિક્રમાના દરવાજા ખોલવામાં નહીં ત્યાં સુધી અમે અહિયાંથી હટીશું નહીં.

મહત્ત્વની વાત છે કે, વહેલી સવારથી જ લોકો પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઈટવા ગેટ પર જમાડવો કરીને બેસી ગયા છે. તો લોકોએ બપોરના સમયે DFOની ગાડી પણ ગેટની બહાર નીકળવા દીધી નહોતી. ત્યારબાદ અધિકારીને બીજા રસ્તા પરથી રવાના થવું પડ્યું હતું. લોકોએ પરિક્રમાના ગેટ પર જ જમાવડો કરતા સાધુ સંતોની પ્રતિકાત્મક પરિક્રમા કરાવવી તે પણ તંત્ર માટે એક પડકાર રૂપ બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp