સમર વેકેશનમાં ફરવાલાયક બજેટ ડેસ્ટીનેશન

PC: khabarchhe.com

ગરમીની રજાઓમાં ઓછા બજેટમાં ફરવા જવાનું ઇચ્છતા હોવ તો તમે ક્યાં ક્યાં જઈ તમારી ટ્રીપને યાદગાર બનાવી શકો છો અને તમારી ટ્રીપને એન્જોય કરી શકો છો તે વિશેની માહિતી આપી રહ્યા છે ટ્રાવેલ એજન્ટ ભાર્ગવ ઝાલાવાડિયા આ વીડિયો દ્વારા.

વેકેશનમાં ફરવા જવાનું તો સૌને ગમે છે પણ ટ્રાવેલિંગમાં થતા વધુ ખર્ચાને કારણે એ પ્લાન માંડી વાળવો પડે છે પરંતુ આજે અમે તમારા માટે લઈને આવ્યા છે એવી ટ્રાવેલિંગ ડેસ્ટીનેશન જ્યાં તમે ઓછા બજેટમાં એન્જોય કરી શકો છો.

બીચ સાથે સિટીલાઈફ 4 દિવસ અને 3 નાઈટ માટે એન્જોય કરવી હોય તો પહોંચી જાઓ ગોવા. 6થી 8 હજારના ખર્ચમાં ગોવા ફરી શકાય છે. કોઈ કપલ જો હનીમૂન માટે મનાલી ફરવા જવાનું ઇચ્છતું હોય તો 12થી 15 હજારના ખર્ચમાં જઈ શકે છે. શિમલા, મનાલી, ડેલહાઉસી, અમૃતસર જેવા હિલ સ્ટેશનની મજા 8થી 10 હજારના ખર્ચમાં માણી શકાય છે. 12થી 15 હજારના ખર્ચમાં જમ્મુ-કાશ્મીર, દાર્જિલિંગ અને સિક્કીમના નયનરમ્ય સ્થળોની મજા લૂંટી શકાય છે. બજેટ થોડું સારું હોય અને બાય ફ્લાઇટ જવા ઇચ્છતા હોવ તો તમે આંદામાન નિકોબાર જઈ શકો છો. 20 હજાર જેટલા બજેટમાં આંદામાન નિકોબારમાં ટેમ્પલ દર્શન, બીચ લાઇફ અને એડવેંચર માટે જંગલ લાઇફની માણી શકાય છે. સ્ટુન્ડટ અને યંગસ્ટર 7 નાઈટ 8 દિવસ માટે શિમલા, મનાલી, દાર્જિલિંગમાં ફરવા સાથે ટ્રેકિંગ કેમ્પનો લહાવો પણ મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp