કેવડીયા ગુજરાતમાં સૌથી વધુ ઝડપથી વિકસતું, વિશિષ્ટ પ્રવાસન સ્થળ છેઃ પ્રવાસન વિભાગ

PC: khabarchhe.com

પ્રવાસન મંત્રાલયની દેખો અપના દેશ વેબિનાર સીરિઝનો 76મો વેબિનાર 13 ફેબ્રુઆરી, 2021ના રોજ Vocal for Local : Empowering Local Communities : Gujarat Experience (સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહનઃ સ્થાનિક સમુદાયોનું ઉત્થાનઃ ગુજરાતનો અનુભવ) પર યોજાયો હતો. પ્રવાસન મંત્રાલય સ્થાનિક સમુદાયોને મોટી સંખ્યામાં આર્થિક તકો પ્રદાન કરીને ભારતમાં મોટી અસર પેદા કરે છે. પ્રવાસન મારફતે રોજગારીનું સર્જન કરવા, આવક ઊભી કરવા, જીવનધોરણ સુધારવા અને સ્થાનિક સમુદાયની આવક વધારવા આવશ્યક પરિબળ તરીકે ઉદ્યોગસાહસિકતા આવશ્યક પરિબળ છે. વેબિનારમાં કેવડિયા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ વસતા સ્થાનિક સમુદાય અને ગુજરાતના વણકર સમુદાયનાં ઉત્થાન પર ચર્ચા થઈ હતી. ગુજરાતમાં વણાટકામ પ્રવાસન સાથે સંકળાયેલું ક્ષેત્ર છે. વેબિનારમાં રાજ્યમાં આ હસ્તકળાના વારસાને કેવી રીતે જીવંત રાખવામાં આવ્યો છે અને એમાંથી સ્થાનિક લોકો માટે કેવી રીતે રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે એના પર વાત થઈ હતી. એનાથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી થવાની સાથે એણે સદીઓ જૂનાં કળા અને હસ્તકળાનું સંરક્ષણ કરવામાં પણ આવશ્યક ભૂમિકા ભજવી છે.

વેબિનાર ગુજરાતના પ્રાદેશિક સ્તરના માર્ગદર્શક ગૌતમ બી પોપટે પ્રસ્તુત કર્યો હતો. ગૌતમ બી પોપટ 20 વર્ષથી ભારતીય વાયુદળમાં સેવા આપે છે અને પ્રવાસન ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવે છે. ગૌતમ બી પોપટે ગુજરાતના વણકરોના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણકારી આપી હતી તથા વણકર સમુદાય અને એમની કળાના વારસા સાથે સંબંધિત માહિતી પ્રસ્તુત કરી હતી. એક પ્રવાસનસ્થળ તરીકે કેવડીયા પર પ્રકાશ મયૂરસિંહ રાઉલે ફેંક્યો હતો.

કેવિડયા ગુજરાતમાં સૌથી વધુ ઝડપથી વિકસતું, વિશિષ્ટ પ્રવાસન સ્થળ છે. સાતપુડા અને વિધ્યાંચલ પર્વતમાળાઓ વચ્ચે સ્થિત નર્મદા જિલ્લાના કેવડિયામાં ભારતના લોખંડીપુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરીકે જાણીતી છે. સંપૂર્ણ દેશને એકતાંતણે બાંધવામાં સરદાર પટેલનાં સફળ ભગીરથ પુરુષાર્થને આગામી પેઢીઓ યાદ રાખે એ માટે ભારતવાસીઓ દ્વારા સરદાર પટેલની સ્મૃતિમાં આ પ્રતિમા ઊભી કરવામાં આવી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાંથી એની આસપાસનો રળિયામણો પ્રદેશ અને નર્મદા નદીના વહેતા નીર તથા નયનરમ્ય સરદાર સરોવર ડેમ જોવા મળે છે. કેવડિયા રેલવે અને રોડ સાથે સારી રીતે જોડાયેલું છે તેમજ અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સીપ્લેસન સર્વિસ પણ ઉપલબ્ધ છે. કેવિડયાને તમામ વયજૂથના લોકો માટે પારિવારિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં લેઇઝર અને એડવેન્ચર સુવિધાઓ તથા ડાઇનો ટ્રેલ, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, બટરફ્લાય ગાર્ડન, વિશ્વ વાન, કેક્ટસ ગાર્ડન, એકતા નર્સરી, સાયકલ ટ્રેક્સ વગેરે જેવા વિવિધ થીમ પાર્કો આ સ્થાનને વધારે રસપ્રદ બનાવે છે.

વેબિનારના બીજા પ્રેઝન્ટેશનમાં ગુજરાતની હાથવણાટના સમૃદ્ધ વારસા વિશે જાણકારી આપવામાં આવી હતી. સિંધુ નદીની સભ્યતાથી લઈને અત્યાર સુધી ભારતીય સંસ્કૃતિમાં ટેક્સટાઇલ અભિન્ન અંગ છે. કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, સુરત, જામનગર, વઢવાણ, ભરુચ અને ઉદવાડા – ગુજરાતના મુખ્ય ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરીના કેન્દ્રો છે. થોડી હાથવણાટની કળાઓ કે ટેક્સટાઇલના નામો આ મુજબ છે – અજરખ બ્લોક પ્રિન્ટિંગ, ખરાડનું વણાટ, બાંધણી (રેશમીપટ્ટીના દોરા અને રંગ), આહિર ભરતકામ, સુફ ભરતકામ, રોગાન ચિત્રકામ, આરી ભરતકામ, ટાંગલિયા વણાટ, પટોળા વણાટ (પાટણના પટોળા). સરકાર અને સેવાભાવી સંસ્થાઓ આ સ્થાનિક હસ્તકળાનું રક્ષણ કરવા માટે એક્ટિવપણે સંકળાયેલી છે. આ કળાઓ અને હસ્તકળાઓને સમજવા માટે વિશેષ પ્રવાસ, કાર્યશાળાઓનું આયોજન થાય છે, જે સ્થાનિક સમુદાયોને સક્ષમ બનાવવાની સાથે સદીઓ જૂનાં આ વારસાનું જતન કરવા માટે પણ પ્રેરિત કરે છે. દેખો અપના દેશ વેબિનાર સીરિઝની પ્રસ્તુત નેશનલ ઇ ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે ટેકનિકલ ભાગીદારીમાં થાય છે. વેબિનારના વિવિધ સેશન https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર ઉપલબ્ધ છે અને ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp