હિમાચલના પાર્વતી બાગમાં ગ્લેશિયર ધસી પડતા શ્રીખંડ મહાદેવ યાત્રા અટકાવાઈ, 4ને ઈજા

PC: twimg.com

હિમાચલ પ્રદેશના શ્રીખંડ મહાદેવ શિખર જઈ રહેલા તીર્થયાત્રિઓને અટકાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, પાર્વતી બાગમાં ગ્લેશિયર તૂટવાના કારણે ઘણી જગ્યાઓ પર મોટા પથ્થરો ખસી ગયા. આ ઘટનામાં 4 તીર્થયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્ત ચારેય તીર્થયાત્રીઓને રેસ્ક્યૂ ટીમે ભીમ દ્વાર પહોંચાડી દીધા છે. બાકીના તીર્થયાત્રીઓને પણ ભીમ દ્વારમાં જ રોકી લેવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, 50થી 60 તીર્થયાત્રીઓનું ગ્રુપ શ્રીખંડ યાત્રા માટે રવાના થયું હતું, પરંતુ રસ્તામાં આ ઘટના બની. ઈજાગ્રસ્તોને પાર્વતી બાગ લાવવામાં આવ્યા અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. 4 ઈજાગ્રસ્તોમાંથી એક લુધિયાણાથી, 2 મહારાષ્ટ્રથી અને 1 ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના તુરંત બાદ બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ મોટી અપ્રિય ઘટના ના બને.

શ્રીખંડ મહાદેવ ભગવાન શંકરનું એક રૂપ છે અને તેમનું મંદિર હિંદુઓ માટે પવિત્ર યાત્રા ધામ ગણાય છે. આ યાત્રા ખૂબ જ કઠિન છે. આથી રસ્તામાં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડે કે પછી શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેમને સારવાર માટે જગ્યાએ-જગ્યાએ મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. આ યાત્રા કઠિન હોવાને કારણે તેમજ ભૂતકાળમાં આ યાત્રા દરમિયાન હવામાં ઓક્સિજનની ઓછી માત્રાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા કેટલાક લોકોના જીવ પણ ગયા છે. આથી, મેડિકલી અનફિટ લોકોને આ યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp