ફ્લાઈટ નહીં પણ કારથી ફરવા જઈ શકાશે આ દેશ, જાણો કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે

PC: theconservation.com

ફોરેન ટુર પર જવા માટે મોટેભાગે લોકો માત્ર ફ્લાઈટનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે રોડ દ્વારા પણ ભારતથી ઈન્ટરનેશનલ ટુરની મજા માણી શકાય છે. એવા ઘણા દેશો છે, જ્યાં તમને હવાઈયાત્રા કરવાને બદલે બસથી અથવા કારથી ફરવાની મજા માણી શકો છો. તો ચાલો આજે એવા જ કેટલાંક દેશો અંગે જણાવી દઈએ જેની તમને રોડ ટ્રિપની મજા ઘણી સરળતાથી અને ઓછા બજેટમાં માણીને તમારી ટ્રિપને યાદગાર બનાવી શકો છો.

સિંગાપોર

સિંગાપોર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને નેચરલ બ્યૂટી માટે આખી દુનિયામાં જાણીતું છે. દરેક ટ્રાવેલરના લિસ્ટમાં સિંગાપોર જરૂર સામેલ હોવું જોઈએ. દિલ્હીથી તેની દૂરી આશરે 5926 કિમી છે, જેને પાર કરવામાં આશરે 91 કલાકનો સમય લાગે છે. દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર, અસમ, નાગાલેન્ડ, મણિપુર, મ્યાનમાર, થાઈલેન્ડ અને મલેશિયા થઈને સિંગાપોર પહોંચી શકો છો. સિંગાપોર જવા માટે તમારે ઈન્ટરનેશનલ પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ, સ્પેશિયલ ઓવરલેન્ડ પરમિટ, કાર્નટ ફીઝ અને વિઝાની જરૂર પડશે.

થાઈલેન્ડ

દિલ્હીથી થાઈલેન્ડ હવાઈ સફર રોડની સરખામણીએ વધારે સસ્તી છે પરંતુ ભારત-થાઈલેન્ડ હાઈવે દ્વારા આ દેશમાં એન્ટ્રી કરવી ઘણી સુવિધાજનક સાબિત થઈ શકે છે. થાઈલેન્ડ પહોંચવા માટે તમારે રોડ દ્વારા આશરે 4198 કિમીની દૂરી તય કરવી પડશે. જેમાં આશરે 71 કલાકનો સમય લાગે છે. તમે દિલ્હીથી ઈમ્ફાલ, મોરેહ, બાગાન, ઈન્લે લેક, યોન્ગોન, માયસોત, ટાક અને બેંગકોક થઈને થાઈલેન્ડ પહોંચી શકો છો. થાઈલેન્ડ જવા માટે તમારે રોડ ટ્રિપ માટેની વિવિધ પરમિટ, ઈન્ટરનેશનલ પાસપોર્ટ, 200 ટકા કોર્નેટ ફીઝ, લીડ કાર અને વિઝાની જરૂર પડશે.

મલેશિયા

મલેશિયા પણ એક ઘણો સુંદર દેશ છે. અહીં સુંદર સાંજ, આલિશાન ઈમારતો અને સમુદ્રી કિનારે આવેલા ટુરીસ્ટ કેન્દ્રો આકર્ષણના કેન્દ્ર છે. મલેશિયા પહોંચવા માટે તમારે થાઈલેન્ડના રુટન ફોલો કરવો પડશે. થાઈલેન્ડ પાર કરતા જ તમે મલેશિયાની સીમામાં દાખલ થઈ જશો. દિલ્હીથી મલેશિયા જવા માટે તમારે જરૂરી બધી પરમિટ લેવી પડશે. તે સિવાય પાસપોર્ટ, વિઝા, ટ્રાવેલ ડોક્યુમન્ટ્સ અને આગમન ડોક્યુમેન્ટ પણ સાથે લેવા પડશે.

શ્રીલંકા

શ્રીલંકા પોતાના એકદમ સુંદર સમુદ્રી કિનારા અને ગાઢ જંગલો માટે ઘણું લોકપ્રિય છે. દિલ્હીથી આશરે 3704 કિમી દૂર આવેલું શ્રીલંકા પહોંચવામાં કારથી આશરે 78 કલાકનો સમય લાગે છે. અહીં પહોંચવા માટે તમારે દિલ્હીથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા અને પછી તમિલનાડુ જવું પડશે. તેના પછી કોલંબો જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડશે. શ્રીલંકા જવા માટે બધા જરૂરી પરમિટ, ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે.

ભૂતાન

ભૂતાનને દુનિયાના સૌથી હેપ્પી દેશમાંનો એક માનવામાં આવે છે. આ દેશનું શાંત વાતાવરણ અને વિવિધ સંસ્કૃતિ ટુરીસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. દિલ્હીથી ભૂતાનની દૂરી 2006 કિમી છે, જ્યાં રોડ ટ્રિપમાં 39 કલાક લાગશે. તમે દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને અસમ થઈને ભૂતાન પહોંચી શકો છો. ભૂતાન જવા માટે તમારે કોઈ વિઝાની જરૂર પડશે નહીં. તમે માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ સાથે લઈને જઈ શકો છો. દેશમાં દાખલ થવા માટે થોડા ડોક્યુમેન્ટની જરૂર પડે છે.        

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp