હવે અમદાવાદ રેલવે સ્ટેશન પણ લાગશે એરપોર્ટ જેવું, જુઓ આ વીડિયો

PC: khabarchhe.com

આપણે ત્યાં કોઈ સરકારી નાનકડો સારો પ્રયાસ કરે તો પરિણામ મળે છે. આવું કંઇક અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર થયું છે, હમણાં જો તમે અમદાવાદ રેલવે સ્ટેશન જશો તો કદાચ તમે એરપોર્ટ આવ્યા હોવ તેવો ભાસ થશે. રેલવે તંત્ર અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસને કારણે અમદાવાદ સ્ટેશનની સિકલ બદલાઈ ગઈ છે. તાજેતરમાં મુંબઈ ખાતે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગુજરાત પોલીસની એક સયુંકત બેઠક બોલાવી હતી જેમાં રેલવે અને મુસાફરોની સલામતી વિષય ઉપર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગુજરાત રેલવેના ડીઆઇજી ગૌતમ પરમાર હાજર રહ્યા હતા.

ગુજરાત પોલીસ દ્વારા તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે રેલવે સ્ટેશન ઉપર મુસાફર ના હોય તેવી વ્યક્તિઓની વધારે હાજરી જોવા મળે છે . ખાસ કરી રેલવે સ્ટેશનના કેમ્પસમાં પાકીટમાર, મોબાઈલ ચોર અને દલાલો મુસાફરના સ્વાગમાં હોય છે જેના કારણે મુસાફર અને અસામાજિક તત્વ વચ્ચે પોલીસ થાપ ખાઈ જાય છે તેથી આ પ્રકારના તત્વોને સ્ટેશનથી દૂર રાખવામાં આવે તો સલામતીના ઘણા પ્રશ્નો ઉકેલાઈ જાય તેમ છે. ગુજરાત પોલીસના આ પ્રસ્તાવને તરત સ્વીકારી આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રમાણે ટ્રેનમાં મુસાફરી કરનારને સ્ટેશન ઉપર ત્રણ કલાક પહેલાં પ્રવેશ આપવામાં આવશે નહિ, ઉપરાંત સ્ટેશનની બહાર પણ ટિકિટ વગરની વ્યક્તિ બેસી શકશે નહીં. સોમવારથી અમદાવાદ સ્ટેશન ઉપર પ્રાયોગિક ધોરણે આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સ્ટેશન એરપોર્ટ જેવું લાગી રહ્યું છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp